હજારોની ઉતારૂઓ પરેશાન,પાણીની બોટલ ખરીદવા પેસેન્જર મજબૂર
Harpalsinh Jadeja,
Rajkot
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં હાલના ઉનાળામાં તાપમાન 43 થી 44 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે ત્યારે Rajkot ના જંકશન સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 અને ૨/૩ ઉપર પેસેન્જર્સ એમેનિટિઝ તરીકે પીવાના ઠંડા પાણી માટે મૂકવામાં આવેલા છ જેટલા વોટર કૂલર છેલ્લા લાંબા સમયથી બંધ હાલતમાં હોય, હજારો ઉતારૂઓ પાણીની બોટલ ખરીદવા મજબુર અને હેરાન પરેશાન થઈ રહ્યા છે.
Rajkot રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ ઉપર ઉતારુંઓની પેસેન્જર એમિનિટી તરીકે એક બુકિંગ ઓફિસ પાસે માસ્ટર વોટર કુલર અને બે અન્ય નાના વોટર કુલર અને પ્લેટફોર્મ નંબર 2/3 ઉપર પણ એક માસ્ટર વોટર કલર અને બે નાના વોટર કુલર મૂકવામાં આવ્યા છે. સામાન્ય રીતે વોટર કુલર શિયાળાની મોસમમાં 1 નવેમ્બર થી 31 માર્ચ સુધી મેઇન્ટેનન્સ માટે બંધ રહેતા હોય છે, પરંતુ હાલ છેલ્લા લાંબા સમયથી ઉનાળાની કાતિલ ગરમીમાં આ તમામ વોટર કુલર બંધ હાલતમાં હોય, ખાસ કરીને બપોરના સમયે મહત્વની અપ ટ્રેનો રવાના થતી હોય હજારોની સંખ્યામાં ઉતારૂઓ પ્લેટફોર્મ ઉપર હોય છે ત્યારે તેઓ વોટર કુલર પાસે જાય છે ત્યારે પાણી ગરમ આવતું હોય છે. આથી નિરાશ થઈને પાણીની બોટલ ખરીદવી પડે છે. ત્રણેય પ્લેટફોર્મ પરના છ વોટર કુલર જો બગડી ગયા હોય તો તાત્કાલિક રિપેરિંગ કરી ઉતારુઓની પ્રાથમિક જરૂરિયાત પૂર્ણ કરવા માટે સેવામાં મૂકવા માંગણી ઉઠી છે.

