(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૩૦ઃ
નવાડેલા રોડ પર જાહેરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ઈસમને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે તો બે આરોપીના નામ અને મોબાઈલ નંબર ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નવાડેલા રોડ પર અશોક પાન પાસે રેડ કરી હતી જાહેરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા હિતેશ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંત ધોળકિયાને ઝડપી લીધો હતો આરોપી પાસેથી રોકડ રૂ ૬૦૦ જપ્ત કરી છે તેમજ મોબાઈલ નંબર ૯૮૭૫૦ ૯૪૩૫૨ નો ધારક અને ઈસ્માઈલ કુરેશી રહે મોરબી વાળાના નામ અને મોબાઈલ નંબર ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

