Ahmedabad,તા.01
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના કેપ્ટન રજત પાટીદારે IPL 2026 ની ટાઇટલ જીત ગયા વર્ષે ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારા ચાહકોને સમર્પિત કરી હતી.
RCB એ ગયા વર્ષે પહેલીવાર ટુર્નામેન્ટ જીતી હતી, અને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઉજવણી કરવા માટે મોટી ભીડ એકઠી થઈ હતી. ટીમના આગમન પહેલાં સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી ગઈ હતી, જેના પરિણામે 11 લોકોનાં મોત નીપજ્યાં હતા. તેમણે ગુજરાતને હરાવીને ટાઇટલનો બચાવ કર્યો હતો.
આરસીબીએ ગુજરાત ટાઇટન્સને પાંચ વિકેટથી હરાવીને ટાઇટલનો બચાવ કર્યો અને સતત બીજી વખત આઈપીએલ જીતનાર ત્રીજી ટીમ બની. જીત પછી, પાટીદારે 2025 માં RCB ની ઐતિહાસિક જીતના એક દિવસ પછી બેંગ્લોરમાં થયેલી ભાગદોડમાં મૃત્યુ પામેલા ચાહકોને યાદ કર્યા.
પાટીદારે કહ્યું, “અમે આ ટ્રોફી અમારા ચાહકોને સમર્પિત કરીએ છીએ. વાસ્તવમાં ચાહકોને નહીં, પરંતુ ગયા વર્ષે ભાગદોડમાં જીવ ગુમાવનારા પરિવારના સભ્યોને.” અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં RCB ચાહકો હાજર હતા, અને જીત પછી, પાટીદારે ટીમની 12મી આર્મીનો આભાર માન્યો. પાટીદારે કહ્યું, “ફરી એકવાર તમારા લોકો માટે, RCBએ ‘એ સલાનુ કપ નામતુ’ ફસાવ્યો (આ વખતે ફરી કપ અમારો થયો)

