Devbhoomi Dwarka તા.01
દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં આવેલ બ્લુ ફલેગ સર્ટીફિકેટ ધરાવતા Shivrajpur Beach ની નિયમાનુસારની જાળવણીના હેતુથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કેટલાક પ્રતિબંધો લગાવ્યાં છે, જે અનુસાર Shivrajpur Beach (લાઈટ હાઉસ સર્વે નં.૫૮ થી શિવરાજપુર ખાડી-૨ના છેડા સુધી) પર પ્રવાસી અને સ્થાનિકો માટે નહાવા કે સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ મૂકાયો છે. આ જાહેરનામું તા.૩૦/૦૭/૨૦૨૬ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

