કાનુડાને માખણ મિશ્રી અને પંજરી ની પ્રસાદીનો ભોગ લગાવી પારણે ઝૂલાવાયો, હજારો ગોપીઓ એ કાનાને માથે બેસાડી લાડ લડાવ્યા
(અતુલ ચગ દ્વારા)
Moti Paneli, તા.01
ઉપલેટા તાલુકાના Moti Paneliમા વૃદ્વ માતાઓ બહેનો નું સત્સંગ મંડળ લીમડાચોક આયોજિત ભાગવત સપ્તાહ મા આજરોજ ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો જેમાં કારાગ્રહ માંથી માતા દેવકીના કુખે કાનાનો જન્મ થતા કારગૃહ ના દ્વાર આપોઆપ ખુલી ને સ્વયંમ વાસુદેવજી યમુનાજી ના નિરને ચીરતા આગળ વધે છે અને સાક્ષાત શેષનાગ દેવતાં કાનાનું રક્ષણ કરતા વાસુદેવને યમુનાજી પાર કરાવે છે
ત્યારે ગોકુલ મા જયારે કાનાનું આગમન થાય છે અને નંદજીના ઘરે યશોદામા ના કુખે કાનાનો જન્મ થયાં ના સમાચાર વ્રજવાસીઓ ને થાય છે અને ગોકુલ વાસીઓ ભાવ વિભોર થઇ ઝુમી ઉઠે છે સૌ વ્રજવાસીઓ સાથે મળી કાનાનો જન્મોત્સવ મનાવે માખણ મિશ્રી અને પંજરી ની પ્રસાદ ની વહેંચણી થાય છે ગોપીઓ લાલાને લાડ લડાવવા એક સાથે નંદ ઘેર આનંદ ભયો ના નાદથી વાતાવરણ કૃષ્ણમય બનાવે છે ચારે તરફ લાલાના જન્મી ઉજવણી કરવામાં આવે છે
ગોપીઓ લાલાને લાડ લડાવવા પારણે ઝુલાવે છે માથે બેસાડી ઝૂમે છે આવા ભાવાત્મક દ્રશ્યો આજે ભાગવત સપ્તાહ મા જોવા મળતા સ્વયંમ ક્રષ્ણ કનૈયા ને પણ બિરાજમાન થવું પડેને તેવો ભાવ શાસ્ત્રી શ્રી દિનેશજી ઠક્કર દ્વારા વર્ણવવામાં આવતા ભક્તો ભાવ વિભોર બની ઉઠ્યા હતા ભાગવત કથામાં દરરોજ સાંજની પ્રસાદી ના દાતાશ્રી વિજયભાઈ કુકડીયા ગીરધરભાઈ આર. કુકડીયા ભીખુસાહેબ કુકડીયા એ યોગ્ય રકમ અર્પિત કરેલ છે. સમસ્ત કાર્યમાં સુશોભનં કૃણાલ કુકડીયા નીરજ બુહેચા જય રાઠોડ સન્ની અમલાની અભી પુનાભાઈ ગમારા દિપક દાવડા વિગેરે મિત્રોએ એ સુંદર આયોજન કરેલ.

