(નયના દવે દ્વારા)
Jamnagar તા ૧
મૂળ પંજાબના વતની અને હાલ Jamnagar નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવીને એક હોટલમાં રહેતા પર પ્રાંતિય ૩૪ વર્ષના યુવાનનું બાથરૂમમાં નહાવા જતાં એકાએક પડી ગયા પછી મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કરાયું છે. મૂળ પંજાબના અમૃતસર ના વતની સૌરવ કુમાર દેવેન્દ્ર કુમાર (ઉ.વ.૩૪) જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલી ગ્રેસ હોટલના રૂમ નંબર ૧૧ માં ઉતરેલા હતા, અને હોટલના બાથરૂમમાં પોતે નાહવા માટે ગયા હતા, જે દરમિયાન અકસ્માતે પડી ગયા હતા, અને બેશુદ્ધ બન્યા પછી તેઓનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે તેની સાથે જ હોટલમાં રહેતા હરજીંદરસિંગ જાગીરસિંઘ પંજાબી એ પોલીસને જાણ કરતા મેઘપરના પોલીસ હેડ કોન્સ્ટેબલ એલ.જી. જાડેજાએ બનાવના સ્થળે દોડી જઇ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

