ઇચ્છુક ઉમેદવારે તા.૦૫ જૂન સુધીમાં અરજી કરવાની રહેશે
દેવભૂમિ દ્વારકા, તા.01
દેવભૂમિ દ્વારકા જિલ્લાના Okhamandal (Dwarka) તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાનાં અમલીકરણ માટે કેટલાંક કેન્દ્રો ઉપર મધ્યાહન ભોજન સંચાલકની ભરતી કરવાની છે.
Okhamandal (Dwarka) તાલુકાની ગોરીંજા પ્રાથમિક શાળા, ગોરીંજા વાડી પ્રા.શાળા, ધ્રાસણવેલ પ્રા.શાળા, બાટીસા પ્રા.શાળા, ભીમપરા પ્રા.શાળા, મેરીપુર પ્રા.શાળા, વાંચ્છુ વાડી-૧ પ્રા.શાળા તથા શિવરાજપુર પ્રા.શાળામાં મધ્યાહન ભોજન સંચાલકની ભરતી કરવાની છે. સંચાલક માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી. સુધી કે તેથી વધારે અભ્યાસ તથા જે તે ગામમાં આવી વ્યક્તિ ન મળ્યે તો ધો.૦૭ પાસ રહેશે. ઉમેદવાર કેન્દ્ર કે રાજ્ય સરકાર પાસેથી અનુદાન મેળવતી સંસ્થામાં નોકરી કરતો ન હોવો જોઇએ તથા વ્યાજબી ભાવની દુકાન, અનાજ દળવાની ઘંટી, શાકભાજી, મરી મસાલા તથા લાકડાના વેપારી ન હોવા જોઇએ. સંચાલક માટે અરજી કરવા માટે અરજદારની ઉંમર ૨૦ થી ૬૦ વર્ષની હોવી જોઇએ તેમજ ઉમેદવારના પતિ, પત્ની કે પુત્ર તથા પુત્રી મધ્યાહન ભોજન સંચાલક તરીકે ફરજ બજાવતા ન હોવા જોઇએ.
અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારોએ મામલતદાર કચેરી, ઓખામંડળ(દ્વારકા) કચેરી ખાતેથી કચેરી સમય દરમિયાન (જાહેર રજાના દિવસો સિવાય) અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે. અરજી કરવા માટેનો સમયગાળો તા.૦૫/૦૬/૨૦૨૬ સુધીનો રહેશે. ત્યારબાદ કરવામાં આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહી. અરજી ફોર્મ સાથે જરૂરી અભ્યાસના સર્ટીફિકેટની પ્રમાણિત નકલ સાથે સ્વખર્ચે ઇન્ટરવ્યુ માટે હાજર થવાનું રહેશે તેમ મામલતદારશ્રી, ઓખામંડળ(દ્વારકા) યાદીમાં જણાવાયું છે.

