Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Hormuz માં અમેરિકાની મોટી લશ્કરી કાર્યવાહીઃ અત્યાર સુધીમાં ૧૧૮ વેપારી જહાજોને ભગાડવામાં આવ્યા

    June 1, 2026

    ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકાએ મારી “ખરાબ આદતો” દૂર કરાવી : Ranbir Kapoor

    June 1, 2026

    Myanmar માં પ્રચંડ વિસ્ફોટમાં ૪૫ થી વધુ લોકોના મોત, ૧૦૦ થી વધુ ઘરો નાશ પામ્યા

    June 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Hormuz માં અમેરિકાની મોટી લશ્કરી કાર્યવાહીઃ અત્યાર સુધીમાં ૧૧૮ વેપારી જહાજોને ભગાડવામાં આવ્યા
    • ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકાએ મારી “ખરાબ આદતો” દૂર કરાવી : Ranbir Kapoor
    • Myanmar માં પ્રચંડ વિસ્ફોટમાં ૪૫ થી વધુ લોકોના મોત, ૧૦૦ થી વધુ ઘરો નાશ પામ્યા
    • સામંથા સાથે બેવફાઈ કરી હોવાની પોસ્ટ સામે Naga Chaitanya કોર્ટમાં
    • Ram Charan દર્શકોને બાળકો સાથે ‘પેડ્ડી’ જોવા અપીલ કરી
    • અમેરિકા સાથેના તણાવ વચ્ચે, Masoud Pezeshkian ને રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું
    • આ ઉંમરે અમે તો લખોટી કે ગલી ક્રિકેટ પણ નહોતા રમી શકતા: Vaibhav Suryavanshi
    • Iran અમેરિકન એમકયુ-૧ ડ્રોનને તોડી પાડવાનો દાવો કર્યો છે, જે ટ્રમ્પ માટે મોટો ફટકો છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar માં વેપાર અને ક્રેડિટ કાર્ડના રોકાણના નામે એક કરોડ તેત્રીસ લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપી નવસારીથી ઝડપાયો
    જામનગર

    Jamnagar માં વેપાર અને ક્રેડિટ કાર્ડના રોકાણના નામે એક કરોડ તેત્રીસ લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપી નવસારીથી ઝડપાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 1, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા. ૧
    Jamnagar શહેરના અનેક લોકો સાથે વેપાર તથા બેન્ક ક્રેડિટ કાર્ડમાં રોકાણ કરાવી ઊંચું કમિશન આપવાની લાલચ આપી કુલ એક કરોડ તેત્રીસ લાખ ચાલીસ હજાર રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર આરોપીને Jamnagar સીટી ‘‘એ‘‘ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે નવસારી ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    તા. ૨૪ મે, ૨૦૨૬ના રોજ Jamnagar સીટી ‘‘એ‘‘ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬(૫) હેઠળ ગુનો નોંધાયો હતો. ફરિયાદી મુસ્તાકભાઈ ઇબ્રાહીમભાઈ સાબુવાલા તથા અન્ય ભોગ બનનારાઓએ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી કે હિતેષભાઈ લક્ષ્મીકાંત ગોહીલ, રહે. વાલકેશ્વરી નગરી, સાશ્વત એપાર્ટમેન્ટ, જામનગરએ પોતે કાપડનો વેપાર કરતો હોવાની તેમજ વિવિધ બેન્કોના ક્રેડિટ કાર્ડ એજન્ટ તરીકે કામગીરી કરતો હોવાની ઓળખ આપી હતી.

    આરોપીએ પોતાના કાપડના વેપાર અને ક્રેડિટ કાર્ડના વ્યવસાયમાં રોકાણ કરવા બદલ આકર્ષક કમિશન અને સારો નફો આપવાની લાલચ આપી ફરિયાદી તેમજ અન્ય લોકોને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ બેન્ક ચેક, ગુગલ-પે, રોકડ રકમ તેમજ ક્રેડિટ કાર્ડ મારફતે કુલ એક કરોડ તેત્રીસ લાખ ચાલીસ હજાર રૂપિયા મેળવ્યા હતા. રકમ મેળવ્યા બાદ આરોપીએ વચન મુજબ કોઈ કમિશન કે રોકાણની રકમ પરત કરી નહોતી અને પોતાના પરિવાર સાથે નાસી જઈ ફરિયાદી સહિત અનેક લોકો સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે ગુનો નોંધાયા બાદ આરોપી ફરાર હતો.

    ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપી સુધી પહોંચી પોલીસ

    રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવી મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ એન. ઝાલા ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વી. એમ. ડોડિયાના નેતૃત્વમાં સર્વેલન્સ ટીમ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટેકનિકલ એનાલિસિસ, મોબાઇલ કોલ ડિટેઇલ્સ, લોકેશન ટ્રેકિંગ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી નવસારી ખાતે હોવાની ચોક્કસ માહિતી મળી હતી.

    આ માહિતીના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા તથા વિજયભાઈ બળદેવભાઈ કાનાણી સહિતની ટીમે નવસારી ખાતે પહોંચી આરોપી હિતેષભાઈ લક્ષ્મીકાંત ગોહીલ (ઉંમર ૩૩ વર્ષ)ને ઝડપી પાડી જામનગર લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની ધોરણસર અટકાયત કરવામાં આવી છે.

    આગળની તપાસ ચાલુ

    આરોપીએ અન્ય કોઈ વ્યક્તિઓ સાથે મળીને ગુનો આચર્યો છે કે કેમ, અન્ય કોઈ ભોગ બનનારાઓ છે કે કેમ તેમજ મેળવેલી રકમનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો છે તે સહિતના મુદ્દાઓ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    કોઈપણ વ્યક્તિ દ્વારા વધુ નફો, કમિશન કે રોકાણ પર અસાધારણ વળતરની લાલચ આપવામાં આવે ત્યારે તેની યોગ્ય ચકાસણી કર્યા વિના નાણાકીય વ્યવહાર કરવો નહીં. અજાણ્યા વ્યક્તિઓને રોકડ, ચેક, ઓનલાઈન ટ્રાન્સફર અથવા ક્રેડિટ કાર્ડ મારફતે રકમ આપતા પહેલાં તેમની વિશ્વસનીયતા અંગે ખાતરી કરવી જરૂરી છે. કોઈપણ પ્રકારની છેતરપિંડી કે શંકાસ્પદ નાણાકીય પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા વિનંતી.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારજનો Jamnagar પહોંચ્યા

    June 1, 2026
    જામનગર

    Jamnagar રિક્ષાચાલકને ૧૫ લાખની સોનાની માળાની લાલચ આપી ઠગાઈ, બે શખ્સો સામે ફરિયાદ

    June 1, 2026
    જામનગર

    Jamnagar પ્રાંતીય યુવાનનું બાથરૂમમાં નાહવા જતાં પડી જવાથી મૃત્યુ

    June 1, 2026
    જામનગર

    જામનગર-રાજકોટ રોડ પર નાની બાણુગાર નજીક Hit and Run: અજાણ્યા વ્યક્તિનું મોત

    June 1, 2026
    જામનગર

    Jamnagar પવનચક્કી પ્રોજેક્ટમાં કરોડોના રોકાણ વચ્ચે ૩ ભાઈઓ સામે છેતરપિંડીનો આક્ષેપ

    June 1, 2026
    જામનગર

    Jamnagar માં મૂકબધિર યુવતી સાથે શારીરિક અડપલાં કરનાર આરોપીની ધરપકડ

    June 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Hormuz માં અમેરિકાની મોટી લશ્કરી કાર્યવાહીઃ અત્યાર સુધીમાં ૧૧૮ વેપારી જહાજોને ભગાડવામાં આવ્યા

    June 1, 2026

    ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકાએ મારી “ખરાબ આદતો” દૂર કરાવી : Ranbir Kapoor

    June 1, 2026

    Myanmar માં પ્રચંડ વિસ્ફોટમાં ૪૫ થી વધુ લોકોના મોત, ૧૦૦ થી વધુ ઘરો નાશ પામ્યા

    June 1, 2026

    સામંથા સાથે બેવફાઈ કરી હોવાની પોસ્ટ સામે Naga Chaitanya કોર્ટમાં

    June 1, 2026

    Ram Charan દર્શકોને બાળકો સાથે ‘પેડ્ડી’ જોવા અપીલ કરી

    June 1, 2026

    અમેરિકા સાથેના તણાવ વચ્ચે, Masoud Pezeshkian ને રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું

    June 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Hormuz માં અમેરિકાની મોટી લશ્કરી કાર્યવાહીઃ અત્યાર સુધીમાં ૧૧૮ વેપારી જહાજોને ભગાડવામાં આવ્યા

    June 1, 2026

    ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકાએ મારી “ખરાબ આદતો” દૂર કરાવી : Ranbir Kapoor

    June 1, 2026

    Myanmar માં પ્રચંડ વિસ્ફોટમાં ૪૫ થી વધુ લોકોના મોત, ૧૦૦ થી વધુ ઘરો નાશ પામ્યા

    June 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.