દિલ્હી હાઈકોર્ટે વ્યક્તિગત બદનામી કરતાં ઓનલાઈન કન્ટેન્સ સામે વચગાળાની રાહત આપી
Mumbai, તા.૧
સાઉથના સ્ટાર Naga Chaitanyaએ તેની ભૂતપૂર્વ પત્ની સામંથી રુથ પ્રભુ સાથે બેવફાઈ કરી હતી અને તેની કેરિયરને પણ નુકસાન પહોંચાડયું હતું એવી પોસ્ટસ વાયરલ કરવામાં આવતાં Naga Chaitanyaએ આ ઓનલાઈન કન્ટેન્ટ ડામવા માટે દિલ્હી હાઈકોર્ટમાં ધા નાખી હતી. હાઈકોર્ટે તેને વચગાળાની રાહત આપી છે.
Naga Chaitanya એ પોતાના પર્સનાલિટી રાઈટ્સનાં રક્ષણ, તેનાં નામ તથા તસવીરોનો મંજૂરી વિના ધંધાદારી ઉપયોગ તથા વ્યક્તિગત બદનામી કરતી એઆઈ જનરેટેડ પોસ્ટ મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જસ્ટીસ જ્યોતિ સિંઘ સમક્ષ થયેલી સુનાવણી દરમિયાન Naga Chaitanya ના વકીલે જણાવ્યું હતું કે તેની અંગત જિંદગી વિશે તદ્દન ખોટી તથા બદનક્ષી કરતી કેટલીય પોસ્ટસ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે Naga Chaitanya અને સામંથા રુથ પ્રભુ ચાર વર્ષનાં લગ્ન જીવન બાદ ૨૦૨૧માં છૂટાં પડી ગયાં હતાં. તે પછી Naga Chaitanyaએ ૨૦૨૪માં શોભિતા ધુલિપાલા સાથે લગ્ન કરી લીધાં છે.

