સારવાર દરમિયાન મૃત્યુ, ફરાર વાહનચાલક સામે ગુનો નોંધાયો
(નયના દવે દ્વારા)
Jamnagar તા. ૧
જામનગર નજીક નાની બાણુગાર ગામના પાટિયા પાસે Hit and Run નો ગંભીર બનાવ સામે આવ્યો છે. અજાણ્યા વાહનની ઠોકરે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક વિગતો મુજબ રાધિકા હોટલ સામેના માર્ગ પર અજાણ્યા વાહનચાલકે બેદરકારી અને ગફલતભરી રીતે વાહન હંકારી રસ્તા પર રહેલા વ્યક્તિને અડફેટે લીધો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને માથા, પગ તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. પંચ-એ ડિવિઝન પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વાહન તથા ચાલકની ઓળખ મેળવવા માટે તપાસ શરૂ કરી છે.

