Dehradun તા.2
સતત વરસાદ, વાવાઝોડુ અને ખરાબ હવામાનના કારણે પ્રશાસને સુરક્ષાના હેતુથી કેદારનાથ યાત્રા કેટલાક સમય માટે રોકી દીધી છે. ગઢવાલના કમિશનર આનંદ સ્વરૂપે શ્રધ્ધાળુઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને અધિકારીઓને જરૂરી સુચના આપી છે. હવામાન વિભાગે જીલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
જીલ્લા અધિકારી વિશાલ મિશ્રાએ જણાવ્યું હતું કે સોનપ્રયાગ, ગૌરી કુંડ અને ભૂસ્ખલન સંભવિત ક્ષેત્રોમાં યાત્રીઓની અવરજવર નિયંત્રીત કરવામાં આવી રહી છે. ટીમો શ્રધ્ધાળુઓના રોકાણ અને સુવિધાઓની વ્યવસ્થામાં લાગી છે. હવામાન સામાન્ય થવા પર યાત્રા ફરી શરૂ કરવામાં આવશે.

