New Delhi તા.2
ઈરાન યુદ્ધના પગલે ક્રુડ ઓઈલ સતત મોંઘુ થઈ રહ્યું છે. જો કે હાલમાં તે 100 ડોલરની નીચે ચાલે છે. પરંતુ ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ લાંબાગાળાના કરાર કર્યા હોવાથી મોંઘુ ક્રુડતેલ જે ખરીદ્યુ હોય છે તેના કારણે પેટ્રોલ-ડિઝલના વેચાણમાં કંપનીઓને અન્ડર રીકવરી થઈ રહી છે.
હાલમાં જ બંને ઈંધણના ભાવમાં પ્રતિ લીટર 7.50 પૈસા જેવો વધારો કરાયો તેમ છતાં પેટ્રોલમાં પ્રતિ લીટર રૂા.12 અને ડીઝલમાં રૂા.21ની ખોટ જતી હોવાનો અને કંપનીઓએ કુલ રૂા.74000 થી 84000 કરોડની રકમ આ વેચાણમાં ગુમાવી છે.
તેથી હજુ એક વધુ ભાવવધારો આવશે તેવા સંકેત છે. જુન માસના કવાર્ટરમાં જ કંપનીની આ ખોટ બહાર આવી છે અને તેથી સરકાર માટે ભાવવધારો કરવો એ જરૂરી બની ગયું છે.
આ ઉપરાંત એલપીજી વેચાણમાં પણ કંપની રૂા.1.20 લાખ કરોડ જેવી ખોટ કરે છે અને ક્રુડતેલ જે મોંઘુ રહે તો ભાવવધારો ફરજીયાત બની જશે. જેના કારણે ઓઈલ કંપનીઓ હવે આ સપ્તાહમાં સરકાર પાસે મંજુરી માંગશે.
આવી જ રીતે વિમાની ઈંધણના ભાવમાં પણ કંપનીઓ પ્રતિ લીટર રૂા.30 જેવી ખોટ સહન કરી રહી છે. સરકારે વિમાની ભાડા ન વધે તેથી આ ભાવવધારા પર હાલ બ્રેક મારી છે પણ કેટલો સમય તે કરી શકાશે તે પ્રશ્ન છે.

