ભગતસિંહ ગાર્ડન નજીકથી 24 બોટલ શરાબ સાથે અનિલ ધેડિયા ઝબ્બે
Rajkot,તા,02
શહેરમાં અલગ અલગ બે જગ્યાએ બાતમી આધારે દરોડો પાડતા થોરાળા પોલીસ સ્ટેશન અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા રૂ 13400 કિંમતના વિદેશદારૂના ચપલા નંગ 44 અને બોટલ નંગ 24 સાથે મહિલા સહિત બે આરોપીને ઝડપી રૂ 13400નો મુદામાલ ઝપ્ત કર્યો હતો અને ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ શહેરના થોરાળા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગ હતી એ દરમિયાન ખાનગી રહે બાતમી મળેલકે ચુનારાવાડ શેરી નંબર 2 રહેણાંકના મકાનમાં દરોડો પાડતા ચુનારાવાડમાં રહેતી મહિલા બુટલેગર પાસેથી રૂ 11000 ની કિંમતનો વિદેશીદારૂ ચંપલા નંગ 44 સાથે ઝડપી પાડી અને મુદામાલ કબજે કર્યો હતો અને મહિલા વિરુધ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે
બીજા બનાવમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગ હતી તે દરમિયાન માહિતી મળેલ કે ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર ભગતસિંહ ગાર્ડન પાસે રોડ પર જાહેરમાં ઊભેલ આરોપી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો અનિલ માલદેભાઈ ઘેડિયા પાસે થી રૂ 2400 કિંમત વિદેશી દારૂ નંગ 24 બોટલ સાથે ઝડપી મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આ દારૂનો જથ્થો કયાથી લાવ્યો અને કોને વેચવાનો છે તે અંગે માલવિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

