Vadodara,તા.૨
વડોદરામાં ભાજપના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. ૧૫ દિવસ પહેલા ફૂડ પોઇઝિંગ થતાં યોગેશ પટેલને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન નિધન થયું છે. યોગેશ પટેલ ૭ ટર્મથી ભાજપના ધારાસભ્ય હતા,. ત્યારે તેમના નિધનથી વડોદરા શહેર ભાજપમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
હજી થોડા સમય પહેલા જ ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થયું હતું. આ સમયે વિધાનસભા ખંડિત થઈ હતી. જેના પર પેટાચૂંટણી યોજાઈ હતી. ત્યારે હવે યોગેશ પટેલના નિધનથી ફરી એકવાર ગુજરાત વિધાનસભા ખંડિત થઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કરતા જણાવ્યું કે, માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના નિધન પર દુઃખની લાગણી વ્યક્ત કરું છું. રાષ્ટ્રસેવા અને જનસેવાના કાર્યોમાં તેઓ અવિરત કર્તવ્યરત રહ્યા હતા અને સામાન્યજનના હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવાર તથા સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ૐ શાંતિ.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ દુઃખ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, ““ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને માંજલપુરના ધારાસભ્ય શ્રી જ્રર્અખ્તીજરટ્ઠીંઙ્મર્દ્બજ ના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. દાયકાઓ સુધી જનસેવા અને સંગઠન માટે આપેલું તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે.પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને પરિવાર તથા કાર્યકર્તાઓને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ૐ શાંતિ… “
યોગેશ પટેલ વડોદરાના રાજકારણમાં કાકાના હુલામણા નામથી પ્રખ્યાત હતા. વડોદરામાં ભાજપનો ગઢ મજબૂત કરવામાં યોગેશ પટેલનો મોટો ફાળો છે. આ જ કારણ છે કે, તેઓ સતત ૮ ટર્મ સુધી ભાજપના ધારાસભ્ય રહ્યા છે. વડોદરામાં તેમને અદભૂત લોકચાહના મળી હતી. તેમની ગણતરી ભાજપના વરિષ્ઠ અને દિગ્ગજ નેતાઓમાં થાય છે.
યોગેશ પટેલ સતત ૮ ટર્મ ભાજપના ધારાસભ્ય રહ્યાં. પોતાની રાજકીય સફર તેઓએ રાવપુરા વિધાનસભા બેઠકથી કરી હતી. સીમાંકન બદલાયા બાદ તેઓ માંજલપુર બેઠકથી ચૂંટણી લડ્યા હતા, ત્યા પણ રેકોર્ડ બ્રેક મતથી જીત્યા હતા. રૂપાણીની સરકારમાં તેઓ રાજ્ય કક્ષાના નર્મદા વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી રહી ચૂક્યા છે.

