રૂ. ૭૦,૦૦૦ ભરવાના કસુર બદલ સાદી કેદની સજાનો હુકમ કરી પકડ વોરંટ એસપી કચેરી ને મોકલ્યું
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૬ઃ
શહેરમાં રહેતી પરિણિતાએ ચડત ભરણપોષણની રકમ ચૂકવવાની દરકાર નહીં લેતા કોર્ટે Jamnagar સ્થિત પતિને ૧૧૬ દિવસની સજા ફટકારતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં રહેતી યાસ્મીનબેનના નિકાહ જામનગર ગુલાબનગર હુસેની ચોક ખાતે રહેતા ફારૂકશા અયુબશા શાહમદાર સાથે થયા હતા.
બાદ દંપતી વચ્ચે મનમેન ન થતાં પરણીતા યાસ્મીન બેન પોતાના માવતરે પરત ફરી હતી બાદ પોતાનું જીવન નિર્વા ચલાવવા માટે પતિ ફારૂકશા અયુબશા શાહમદાર વીરુધ્ધ ક્રિ.પો.કોડની કલમ ની કલમ ૧૨૫ મુજબ ભરણપોષણ મેળવવા ફેમીલી કોર્ટમા અરજી કરી હતી. કોર્ટએ પરણીતાની અરજી મંજુર કરી દર માસે રૂ. ૬૦૦૦ ચુકવવા તેવો હુકમ પતિ વિરુધ્ધ કરેલ હતો. જે હુકમનુ સામાવાળા પાલન કરતા ન હોય તેથી પરિણીતાએ એડવોકેટ અમીત ગડારા મારફત ચડત ભરણપોષણની રકમ રૂ.૧,૨૫,૦૦૦ મેળવવા રાજકોટની ફેમીલી ર્કોર્ટ મા અરજી કરેલ હતી.
આ કામે કોર્ટ પતિ વીરુધ્ધ નોટીસ ઇસ્યુ કરેલ, જે નોટીસ ની બજવણી યોગ્ય રીતે થઇ ગયેલ હોય તેમ છતા સામાવાળા ચડત રકમ રૂ.૫૫૦૦૦ ભરપાઈ કરેલ હોય અને બાકીની રકમ રૂ.૭૦,૦૦૦ ભરેલ ન હોય અને વોરંટ ની બજવણી ટાળી રહેલ હોય, આમ પતિની કંડકટ ઘ્યાને લઇ તેમજ પરિણીતાના એડવોકેટની દલીલો ધ્યાને લઈ અદાલતે પતિને ચડત બાકી રકમ રૂ. ૭૦,૦૦૦ ન ભરવાના કસુર બદલ ૧૧૬ દિવસની સાદી જેલ સજા કરવાનો હુકમ કરેલ હતો તેમજ જેલ સજાની અમલવારી કરવા સજાનુ પકડ વોરંટ એસ.પી.ઓફીસ, Jamnagar ને મોકલવામા આવેલ છે સામાવાળાને તાત્કાલીક પકડીને જેલમા મોકલી આપી,કોટૅને રીપોર્ટ કરવા હુકમ કરેલ છે.અરજદાર યાસ્મીનબેન શાહમદાર વતી પી એડવોકેટ અલ્પેશ પોકીયા, અમીત વી. ગડારા, ભાર્ગવ જે. પંડયા, પરેશ મૃગ, ડેનીશ વીરાણી, ભાર્ગવ જે. પંડયા, કેતન જે. સાવલીયા રોકાયા હતા

