આજીડેમ પોલીસને ઉંઘતી રાખી સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડતા બુટલેગરોમાં ફફડાટ
૫૨૮૦ બોટલ શરાબ, વાહન મળી રૂા.૯૭ લાખનો મુદામાલ કબ્જે : બુટલેગર અને ટ્રક ચાલક સહિત ૪ ની શોધખોળ
હરપાલસિંહ જાડેજા,Rajkot, તા.૬
રાજકોટ-ભાવનગર, ધોરી માર્ગ પર આવેલા હલેન્ડા ગામ પાસે તુલસી હોટલના પાર્કીંગમાં સ્ટેટ મોનીરટીંગ સેલે દરોડો પાડી ટ્રકમાંથી રૂા.૬૩ લાખનો દારૂ ઝડપી પાડયો છે. આ દરોડાને પગલે સ્થાનિક પોલીસમાં હડકંપ મચી ગઈ છે. પોલીસે ૫૨૮૦ બોટલ દારૂ અને વાહન મળી રૂા.૯૭ લાખનો મુદામાલ કબ્જે કરી બુટલેગર અને ટ્રક ચાલક શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ રાજ્યમાં દારૂબંધીનો અમલ કરવા પોલીસ વડાએ આપેલી સુચનાને પગલે સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફ દ્વારા સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ.
ત્યારે રાજકોટ નજીક આવેલા હલેન્ડા ગામ પાસે તુલશી હોટલના પાર્કીંગમાં યુ.પી.૨૧ઈટી-૭૦૧૯ નંબરના ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો કટીંગ માટે આવ્યો હોવાનુ મળેલી બાતમીના આધારે પી.એસ.આઈ.જે.એચ.સીશોદીયા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. દરોડા દરમ્યાન ટ્રકમાં તલાસી લેતા જેમાંથી રૂા.૬૩.૧૪ લાખની કિંમતની ૫૨૮૦ બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને વાહન તેમજ ડીટરજન્ટ મળી ૯૭ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. દરોડાની ગંધ આવી જતા ચાલક અને કલીનર નાશી ગયા હતા. પોલીસે ટ્રકના નંબરના આધારે મૂળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ આદર્યો છે.

