ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી મોબાઈલ કબ્જે કર્યો,વિજય ઉંધાડની શોધખોળ
Rajkot,તા.10
શહેરના રેસકોસ રીંગરોડ પર આવેલા હેડ ક્વાર્ટર ની ગેટ સામે ઓનલાઇન ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હરદેવસિંહ પઢિયારને ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલ સાથે ઝડપી લીધો છે. આઈડી આપનાર વિજય દિપક ઉંધાળની શોધખોળ હાથ ધરવામાં આવી છે વધુ વિગત મુજબ શહેરમાં દારૂ અને જુગારની બદી ડામી દેવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા આપેલી સુચના ને પગલે ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. એમ આર ગોંડલીયા
ના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે કોઠારીયા મેઈન રોડ પર આવેલા રણુજા મંદિર સામે શ્રમજીવી સોસાયટીમાં રહેતા હરદેવસિંહ ઘનશ્યામસિંહ પઢિયાર નામનો યુવાન મોબાઇલમાં એપ્લિકેશન મારફતે બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા વનડે મેચ પર ક્રિકેટ મેચ પર રેસકોર્સ રિંગ રોડ પર આવેલ હેડ ક્વોટરની સામે ઓનલાઇન સટ્ટો રમતો હોવાની કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી મોબાઈલમાં રનફેરનો જુગાર રમતો હરદેવસિંહ ઘનશ્યામસિંહ પઢીયાર ને રંગે હાથે ઝડપી લીધો હતો. મોબાઈલ કબ્જે કરી , મોબાઈલ ચેક કરતા તે આઈડી મેળવી યુઝર્સ નેમ અને પાસવર્ડ મેળવી ક્રિકેટ મેચ પર ઓનલાઇન હાર જીતનો જુગાર રમતો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે મોબાઈલ મળી ₹10,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.આઈ ડી આપનાર તરીકે આર્ય નગર વિસ્તારમાં આવેલ રત્નદીપ સોસાયટીમાં રહેતા વિજય દીપક ઉંધાડ પાસેથી મેળવી હોવાની કબુલાત આપતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

