સુરત-જામનગર રૂટની બસમાં છાતીમાં ગભરામણ થતાં બેભાન થઈ ઢળી પડ્યા બાદ કરુણ મૃત્યુ
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૧
Jamnagar એસટી ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતા એસ.ટી. કર્મચારી પરમદીને સુરત-જામનગર રૂટની ફરજમાં હતા ત્યારે ચોટીલા સુધી બસ પહોંચી ત્યારે તેમની તબિયત લથડતાં તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ ઘટનાથી એસટી વિભાગ અને પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો. પરિવારને જાણ થતાં તેઓ રાજકોટ દોડી ગયા હતા.Jamnagar એસટી ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતા અને શહેરના વલ્લભ પાર્ક વિસ્તારમાં રહેતા વિરેન્દ્રભાઈ હિંમતલાલ જાની (ઉંમર ૫૫ વર્ષ) મંગળવારે સુરત-જામનગર રૂટની બસમાં ફરજ પર હતા. ત્યારે રામપરા બેટી પુલ પાસે બસ પહોંચી ત્યારે અચાનક તેમને છાતીમાં ગભરામણ થવા લાગી. ત્યારબાદ બસને કુવાડવા આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી હતી. ત્યાં તેઓ બેભાન થઈ જતાં તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
પરંતુ બેભાન હાલતમાં જ તેમનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ ડ્રાઈવર દ્વારા એસટી વિભાગને કરવામાં આવતાં અધિકારી-કર્મચારીઓ રાજકોટની સિવિલ હોસ્પિટલે દોડી ગયા હતા, અને પરિવારને જાણ કરતા પરિવાર પણ રાજકોટ પહોંચી ગયો હતો. બાદમાં પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહ જામનગર લઈ જવામાં આવ્યો હતો. ક્યાં ગઈકાલે તેઓની અંતિમ યાત્રા નીકળી હતી ત્યારે ભારે સર્જાયા હતા પરિવારજનો અને કુટંબીઓ ઉપરાંત એસટી વિભાગના અન્ય કર્મચારીઓ પણ અંતિમયાત્રામાં જોડાયા હતા.મૃતક કંડકટરને ત્રણ સંતાનો છે બે દીકરીઓ આયુષી, શિવાની અને એક પુત્ર જનન છે. જેઓ એ પિતાનું છત્ર ગુમાવ્યું છે મૃતકના મોટાભાઈ પણ એસટી ડિવિઝનમાં જ નોકરી કરતા હતા, અને તેઓ થોડા સમય પહેલા જ નિવૃત્ત થયા છે.

