લોકાર્પણમાં શહેરીજનોને પધારવા સ્ટે.ચેરમેન-કમિશ્નરનું જાહેર આમંત્રણ
Rajkot, તા.૧૧
જામનગર રોડ ઉ૫ર ૭૪ કરોડના ખર્ચે નવનિર્મિત સાંઢીયા પુલનુ તા.૧૩ જૂનને શનિવારે સવારે ૧૦ કલાકે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. તાજેતરમાં પદાધિકારીઓ ગાંધીનગર ગયા ત્યારે લોકાર્પણ માટે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને આમંત્રણ આપ્યું હતુ જે સહર્ષ સ્વીકારીને તેઓ શનિવારે સવારે ૧૦ કલાકે પુલનુ લોકાર્પણ કરશે. સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા અને મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા દ્વારા લોકાર્પણમાં પધારવા માટે શહેરીજનોને ભાવભર્યું જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. શનિવારે સવારે ૧૦ કલાકે લોકાર્પણ થતા સવા બે વર્ષથી બંધ રહેલો જામનગર રોડ ખુલશે જેથી જામનગર, મોરબી અને કચ્છ તરફ જતી એસ.ટી.બસો સહિતના ભારે વાહનો હવે શહેરમાં યાજ્ઞીક રોડ, રેસકોર્સ રીંગ રોડ, રૈયા અને ૧પ૦ ફૂટ રીંગ રોડ ઉપર થઈને માધાપર ચોકડી સુધી જવાને બદલે સીધા જ જામનગર રોડ ઉપરથી પસાર થશે જેથી ટ્રાફિક સમસ્યા હલ

