Vadodara,તા.૧૧
જર્મનીની કંપનીના નામનો ઇમેઇલ મૂકી છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી છે. જર્મનીની કંપનીના મેલ આઇડી જેવું જ આઇડી બનાવી છેતરપિંડી કરી હોવાની વાત સામે આવી છે. મેનેજરે ૪૬.૯૫૯ યુરો પોર્ટુગલ ના ખાતામાં જમા કર્યા હતા અને ૪ મહિના બાદ ખબર પડી કે છેતરપિંડી થઈ છે અને કંપનીના ચીફ મેનેજર લક્ષ્મી ગણપથી વેંકટેશ્વર રાવે ફરિયાદ નોંધાવી. તો સાયબર ક્રાઈમ વિભાગે તપાસ શરૂ કરી છે.
કંપનીએ જુલાઈ ૨૦૨૪માં જર્મન કંપની સાથે ફીઝિબિલિટી ટેસ્ટ માટે ૧.૧૮ લાખ યુરોનો કરાર કર્યો હતો. ૧૨ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ કંપનીના આસિ. મેનેજરને જર્મન કંપનીના નામ સાથે સામ્યતા ધરાવતા એક ઈમેલ આઈડી પરથી ઇમેલ મળ્યો હતો. જેમાં જર્મન કંપનીના અગાઉના સાચા બેંક ખાતાની વિગતો બદલીને, પોર્ટુગલ લિસબનની મિલેનિયમ બેંકનો નવો ખાતા નંબર અપાયો હતો.
કંપનીના ચીફ મેનેજર (એકાઉન્ટ્સ) લક્ષ્મી ગનપથી વેંકટેશ્વર રાવ જોનાલાગડ્ડાએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે બી.એન.એસ. તથા આઇ.ટી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ પ્રકારના ગુનાને સાયબર સુરક્ષાની ભાષામાં મેન ઇન મિડલ એટેક કહેવાય છે. અથવા વિશિષ્ટ રીતે બિઝનેસ ઇમેઇલ કોમ્પ્રોમાઇઝ કહેવામાં આવે છે. આમાં ગુનેગારો બે વેપારી પક્ષો વચ્ચે થતા ઈમેલ સંવાદ પર નજર રાખે છે.

