Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય

    June 15, 2026

    Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા

    June 15, 2026

    રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!

    June 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય
    • Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા
    • રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!
    • સોમવતી અમાસ અને પુરુષોત્તમ માસ પૂર્ણાહૂતિનો સંયોગ, Junagadh દામોદર કૂંડમાં મોટી સંખ્યામાં ગોપીઓએ આસ્થાની ડૂબકી લગાવી
    • સંતાનો ને ફન અને ફરજનો પાઠ શીખવતું અણમોલ પાત્ર એટલે પપ્પા!!
    • બાંગ્લાદેશ સરકારે Delhi Airport પર વડા પ્રધાન તારિક રહેમાનના સલાહકાર ઝાહિદ ઉર રહેમાન સાથે થયેલા દુર્વ્યવહાર અંગે માહિતી માંગી
    • ગૃહિણીઓ @ ફક્ત ગૃહિણીઓ નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માતાઓ:સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
    • Morbi માળિયાના હરીપર નજીક રોડ સાઈડમાં રાખેલી એસટી બસ સાથે ટ્રક અથડાતા બે મહિલાને ઈજા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat સરકારે નવી ઔદ્યોગિક નીતિ ૨૦૨૬-૨૦૩૧ જાહેર કરી
    ગુજરાત

    Gujarat સરકારે નવી ઔદ્યોગિક નીતિ ૨૦૨૬-૨૦૩૧ જાહેર કરી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 15, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૧૦ હજાર કરોડ  રૂપિયા  કે  તેથી  વધુનું રોકાણ કરનાર ઉદ્યોગોને કસ્ટમાઇઝ્‌ડ પ્રોત્સાહન આપવામાં આવશે

    સરકાર દ્વારા ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ૨.૦ ઉપર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે

    Gandhinagar,તા.૧૫

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરી દીધી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી ઔદ્યોગિક નીતિ ૧ જૂન ૨૦૨૬થી અમલમાં આવશે અને આગામી પાંચ વર્ષ સુધી અમલમાં રહેશે. રાજ્યને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, નવીનતા આધારિત અને ટકાઉ ઔદ્યોગિક શક્તિ તરીકે વિકસાવવાના ઉદ્દેશ સાથે આ નીતિ તૈયાર કરવામાં આવી છે.મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નીતિનું વિધિવત લોન્ચિંગ કર્યું હતું. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ આ નીતિ માત્ર રોકાણ આકર્ષવા પૂરતી સીમિત નહીં રહે, પરંતુ ગુજરાતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, ટેકનોલોજી આધારિત અને ભવિષ્યલક્ષી ઔદ્યોગિક હબ તરીકે વિકસાવવાનો રોડમેપ સાબિત થશે.

    નવી ઔદ્યોગિક નીતિ આગામી પાંચ વર્ષ માટે રાજ્યના ઔદ્યોગિક વિકાસની દિશા નક્કી કરશે. ખાસ કરીને આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૭ને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલી આ નીતિ દ્વારા મોટા પાયે રોકાણ, રોજગારી સર્જન અને આધુનિક ટેકનોલોજી આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

    આ નીતિનું સૌથી મહત્વનું પાસું એ છે કે ગુજરાત હવે પરંપરાગત ઉત્પાદન આધારિત અર્થતંત્રથી આગળ વધી સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ, ડિજિટલ સર્વિસિસ, ડેટા સેન્ટર્સ અને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ જેવા ઉચ્ચ મૂલ્યવર્ધિત ક્ષેત્રોમાં પોતાનું નેતૃત્વ સ્થાપિત કરવા પર ભાર મૂકી રહ્યું છે. રાજ્ય સરકારનો દાવો છે કે આ ક્ષેત્રોમાં રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરીને ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઇનનો મહત્વનો ભાગ બનાવવામાં આવશે.

    એમએસએમઈ ક્ષેત્રને પણ નવી નીતિમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. નાના અને મધ્યમ ઉદ્યોગો માટે ટેકનોલોજી અપગ્રેડેશન, ગુણવત્તા પ્રમાણપત્રો, નવીનતા અને નિકાસ ક્ષમતામાં વધારો કરવા માટે વિશેષ સહાયની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત સેવા ક્ષેત્ર માટે પણ પ્રથમ વખત વિશિષ્ટ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જેમાં આઈટી, ડિઝાઇનિંગ, કન્સલ્ટિંગ અને ડિજિટલ સેવાઓ જેવા ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે.

    નવી નીતિમાં અલ્ટ્રા મેગા પ્રોજેક્ટ્‌સ માટે વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ૧૦ હજાર કરોડ રૂપિયા કે તેથી વધુનું રોકાણ કરનાર ઉદ્યોગોને કસ્ટમાઇઝ્‌ડ પ્રોત્સાહન આપવામાં આવશે. સાથે જ રોકાણકારોને ઝડપથી પ્રોજેક્ટ શરૂ કરી શકાય તે માટે પ્લગ-એન્ડ-પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે, જેમાં જમીન, વીજળી, પાણી અને અન્ય જરૂરી સુવિધાઓ પહેલેથી ઉપલબ્ધ રહેશે.

    ડ્રોન મેન્યુફેક્ચરિંગ, રોબોટિક્સ, એરોસ્પેસ, ડિફેન્સ, સર્ક્‌યુલર ઇકોનોમી અને રિસાયક્લિંગ ઉદ્યોગોને પણ વ્યૂહાત્મક ક્ષેત્ર તરીકે ઓળખીને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. બીજી તરફ ગ્રીન ઇન્ડસ્ટ્રી, વોટર રીયુઝ, વેસ્ટ મેનેજમેન્ટ અને એનર્જી એફિશિયન્સી પ્રોજેક્ટ્‌સને પ્રાથમિકતા આપીને પર્યાવરણલક્ષી વિકાસને પણ નીતિનો મહત્વનો આધાર બનાવવામાં આવ્યો છે.

    સરકાર દ્વારા ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ૨.૦ પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. સિંગલ વિન્ડો સિસ્ટમને વધુ મજબૂત બનાવવાની સાથે ઓનલાઈન મંજૂરી, સેલ્ફ સર્ટિફિકેશન અને ઝડપી ક્લિયરન્સ જેવી વ્યવસ્થાઓ દ્વારા રોકાણકારો માટેની પ્રક્રિયાઓ વધુ સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

    મહિલા કર્મચારીઓ અને શ્રમિકો માટે રહેણાંક સુવિધા વિકસાવવા રાજ્ય સરકારે વર્કિંગ વુમન હોસ્ટેલ અને લેબર હોસ્ટેલ માટે વિશેષ સહાયની જાહેરાત કરી છે. આવા પ્રોજેક્ટ્‌સમાં રૂ. ૪૦ કરોડ સુધીના બાંધકામ ખર્ચના ૮૦ ટકા સુધી સહાય ઉપલબ્ધ થશે. ઉદ્યોગો દ્વારા સ્થાપિત લેબર હોસ્ટેલ માટે રૂ. ૪૦ કરોડ સુધીના ખર્ચ અથવા કુલ ખર્ચના ૪૦ ટકા સુધી સહાય આપવામાં આવશે. ખાનગી ઔદ્યોગિક પાર્કમાં મહિલા હોસ્ટેલ અથવા લેબર હોસ્ટેલ માટે પણ રૂ. ૪૦ કરોડ સુધીના ખર્ચના ૪૦ ટકા સુધીની સહાય આપવામાં આવશે.

    નવી નીતિ હેઠળ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સહાય યોજનાઓ જાહેર કરવામાં આવી છે. સામાન્ય સ્ટાર્ટઅપ્સને એક વર્ષ સુધી દર મહિને રૂ. ૨૫ હજારનું અલાઉન્સ આપવામાં આવશે, જ્યારે મહિલા ઉદ્યોગસાહસિકો દ્વારા સંચાલિત સ્ટાર્ટઅપ્સને દર મહિને રૂ. ૩૦ હજાર સુધીની સહાય મળશે. હાઈ ઈમ્પેક્ટ સ્ટાર્ટઅપ્સ માટે રૂ. ૩૦ લાખથી ૪૦ લાખ સુધીની આર્થિક સહાયની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત હાઈટેક, ફિનટેક અને ગ્રીન સ્ટાર્ટઅપ્સને વધારાના રૂ. ૧૦ લાખ સુધીનું પ્રોત્સાહન આપવામાં આવશે. ટર્મ લોન પર એક ટકાની વ્યાજ સબસિડી આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

    રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર નવી નીતિનો મુખ્ય હેતુ ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત-૨૦૪૭’ના લક્ષ્યને સાકાર કરવાનો છે. વેલ્યુ એડિશન, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને ગ્લોબલ વેલ્યુ ચેઇન સાથે રાજ્યનું જોડાણ વધુ મજબૂત બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

    રાજ્યમાં નવા ઔદ્યોગિક પાર્ક અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવશે. સાથે જ જીઆઈડીસી એસ્ટેટ્‌સના પુનર્જીવન અને લોજિસ્ટિક્સ નેટવર્કને વધુ મજબૂત બનાવવાની યોજના પણ અમલમાં મૂકવામાં આવશે. ઉદ્યોગોને માર્ગદર્શન અને સહાય પૂરી પાડવા માટે ઉદ્યોગ સહાય કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે, જેના દ્વારા રોકાણકારો, ઉદ્યોગો અને સરકાર વચ્ચે વધુ સરળ સંકલન સુનિશ્ચિત કરવામાં આવશે. સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપીને નવીનતા આધારિત વિકાસને વેગ આપવામાં આવશે તેમજ ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહયોગ વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

    ભવિષ્યલક્ષી કુશળ માનવબળ તૈયાર કરવા માટે રાજ્યમાં મજબૂત સ્કિલિંગ ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવશે. નવી નીતિના પરિણામે સ્ટાર્ટઅપ અને એમએસએમઈ ક્ષેત્રને નવી તકો પ્રાપ્ત થશે તેમજ સેવા ક્ષેત્રના વિકાસ દ્વારા રાજ્યના જીડીપી અને નિકાસમાં વધારો કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. નવી ઔદ્યોગિક નીતિને ગુજરાતને વૈશ્વિક ઔદ્યોગિક હબ તરીકે વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ગુજરાત

    Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા

    June 15, 2026
    મોરબી

    Morbi માળિયાના હરીપર નજીક રોડ સાઈડમાં રાખેલી એસટી બસ સાથે ટ્રક અથડાતા બે મહિલાને ઈજા

    June 15, 2026
    મોરબી

    Morbi માળિયાના વીરવિદરકા ગામ નજીકથી દેશી બંદુક સાથે એક ઝડપાયો

    June 15, 2026
    રાજકોટ

    Western Railwayના મહાપ્રબંધક રામાશ્રય પાંડેએ રાજકોટ ઓખા રેલવે સેક્શનનું સેફ્ટી નિરીક્ષણ કર્યું

    June 15, 2026
    જામનગર

    Jamnagarમાં પરિવાર પર હુમલો પાવડા-પથ્થરથી માર મારતા પાંચને ઇજા

    June 15, 2026
    જામનગર

    Jamnagar નજીક સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં ટ્રકનું ટાયર ફાટતાં મજૂર યુવાનનું કરુણ મોત

    June 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય

    June 15, 2026

    Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા

    June 15, 2026

    રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!

    June 15, 2026

    સોમવતી અમાસ અને પુરુષોત્તમ માસ પૂર્ણાહૂતિનો સંયોગ, Junagadh દામોદર કૂંડમાં મોટી સંખ્યામાં ગોપીઓએ આસ્થાની ડૂબકી લગાવી

    June 15, 2026

    સંતાનો ને ફન અને ફરજનો પાઠ શીખવતું અણમોલ પાત્ર એટલે પપ્પા!!

    June 15, 2026

    બાંગ્લાદેશ સરકારે Delhi Airport પર વડા પ્રધાન તારિક રહેમાનના સલાહકાર ઝાહિદ ઉર રહેમાન સાથે થયેલા દુર્વ્યવહાર અંગે માહિતી માંગી

    June 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય

    June 15, 2026

    Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા

    June 15, 2026

    રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!

    June 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.