(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૫
માળિયા (મી.) તાલુકાના વીરવિદરકા ગામ નજીકથી એલસીબી ટીમે દેશી હાથ બનાવટની બંદુક સાથે એક ઈસમને ઝડપી લઈને રૂ ૫૦૦૦ નો મુદામાલ કબ્જે લીધો છે મોરબી એલસીબી ટીમ માળિયા (મી.) પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન વીરવિદરકા ગામના પાદરમાં એક ઇસમ પોતાની પાસે એક ગેરકાયદે બંદુક હથિયાર સાથે હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી અને ગામના પાદરમાંથી આરોપી અસગર ઉર્ફે અબુ દાઉદ જેડા (ઉ.વ.૪૫) રહે વીરવિદરકા તા. માળિયા વાળાને ઝડપી લીધો હતો આરોપીના કબજામાંથી દેશી હાથ બનાવટની લોખંડ બંદુક હથિયાર નંગ ૦૧ કીમત રૂ ૫૦૦૦ જપ્ત કરી માળિયા પોલીસ મથકમાં હથિયારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

