Surendranagar તા.16
સુરેન્દ્રનગર જિલ્લામાં કચ્છથી 720 કે.વી વીજ લાઈન નાખવાની કામગીરી પહોંચી ચૂકી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંઢ કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં કંપની દ્વારા પોલીસ નો ઉપયોગ કરી અને ખેતરોમાં પ્રવેશ કરી અને થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે.
ત્યારે કંપની દ્વારા કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવવામાં નથી આવ્યું અને કોરીડોરમાં રહી અને કામગીરી કંપની દ્વારા કરવામાં ન આવતી હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે આ અંગે ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટરને પણ રજૂઆત કરવામાં આવી છે અને કંપનીના અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી છે.
છતાં પણ કંપની દ્વારા કોઈપણ પ્રકારનું વળતર ચુકવણી કરવામાં આવતું નથી અને ખેડૂતોના ખેતરોમાં આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યું છે જો ખેડૂતો ખોદકામ કરવાની ના પાડે અને થાંભલા ઉભી કરવાની ના પાડે તો પોલીસ નો ઉપયોગ કરી અને ત્યારબાદ આ કામગીરી આગળ વધારવામાં આવી રહી છે.
બીજી તરફ ખેડૂતોને પોતાના ખેતરો સુધી પણ પોલીસ વિભાગ દ્વારા બંદોબસ્ત ગોઠવી અને પ્રવેશ આપવા દેવામાં આવી રહ્યો નથી જેને લઈને હવે ખેડૂતો ગાંધીનગર તરફ આગેકૂચ કરવા માટે નીકળી ચૂક્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાંથી ધાંગધ્રા અને આજુબાજુના વિસ્તારોના 300 થી વધુ ખેડૂતો પોતાના ટ્રેક્ટરનો લઈ અને ગાંધીનગર ખાતે નીકળી ચૂક્યા છે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ખેડૂતો કાલે ગાંધીનગર ખાતે રેલી યોજવા જઈ રહ્યા છે ત્યારે ટ્રેક્ટર વહેલીનું આયોજન કરવામાં આવ્યું છે ધાંગધ્રા અમદાવાદ બાયપાસ પાસેથી 300 થી વધુ ખેડૂતો પોતાના ટ્રેક્ટર લઈ અને ગાંધીનગર તરફ જવા માટે રવાના થયા છે.
કાલે વહેલી સવારે ખેડૂતો ગાંધીનગર વિધાનસભા સુધી આ ટ્રેક્ટર લઈ અને જશે અને ત્યારબાદ પોતાની માંગણી અને પોતાની રજૂઆતો મૂકવામાં આવશે ત્યારે ગુજરાત કિસાન સંઘટ સમિતિના પાલ આંબલીયા મહેશ રાજકોટિયા સહિતના આગેવાનો અને ખેડૂતો પણ આ ટ્રેક્ટર રેલીમાં જોડાયા છે અને મોટી સંખ્યામાં ખેડૂતો આ રેલીમાં જોડાય અને ગાંધીનગર તરફ જવા માટે રવાના થયા છે.
ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે પૂરતું વળતર ચૂકવવામાં આવે અને કોરીડોરમાં રહી અને કામગીરી કરવામાં આવે અને સન્માન વળતર ચૂકવવાની પણ હવે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે અને હવે લડત ટ્રેક્ટર વહેલી મારફતે ગાંધીનગર સુધી પહોંચી છે.
5 માંગ સાથે 300 થી વધુ ટ્રેકટરો સુરેન્દ્રનગર થી લઈ ગાંધીનગર પહોંચું છું : પાલ આબલિયા ખેડૂત નેતા
300 થી વધુ ખેડૂતો ટ્રેક્ટર લઈ અને સુરેન્દ્રનગર થી રવાના થયા છે તેમની સાથે હું પણ ગાંધીનગર પહોંચું છું તેવું પાલભાઈ આંબલીયા દ્વારા જણાવવામાં આવ્યું છે 2013 ના જમીન સંપાદનના કાયદા મુજબ ચાર ગણું વળતર ચુકવણી કરવાનું હોય છે અને જો આ સરકારને મંજૂર ન હોય તો એક થાંભલા દીઠ માસિક ખેડૂતને 50,000 રૂપિયાનું ભાડું ચૂકવણી કરવામાં આવે અથવા સરકારને આ પણ મંજૂર ન હોય અથવા કંપનીને આ પણ મંજૂર ના હોય તો એક થાબલો ઊભા કરવાના બે કરોડ રૂપિયા સુધી ખેડૂતને વળતર ચૂકવવામાં આવે તેવી સ્પષ્ટ માંગણી છે.
ગાંધીનગર સુધી નીકળ્યા છીએ અને કાલ સવારે ગાંધીનગર પહોંચી અને ખેડૂતો વિધાનસભા સુધી પહોંચવાના છે સચિવાલય અને વિધાનસભા સુધી પહોંચી અને આ અંગે મુખ્યમંત્રી અને સરકારને રજૂઆત કરવામાં આવશે.

