“Obsession” એ હોલિવૂડમાં તોફાન મચાવી દીધું છે, મુખ્ય ફિલ્મ સ્ટુડિયો અને સુપરસ્ટાર્સનું ધ્યાન ખેંચ્યું છે
Mumbai, તા.૧૬
મનોવૈજ્ઞાનિક હોરર ફિલ્મ “Obsession” આજકાલ દુનિયાભરમાં ચર્ચા જગાડી રહી છે. વ્યક્તિઓથી લઈને સેલિબ્રિટી સુધી દરેક વ્યક્તિએ આ ફિલ્મ વિશે વાત કરી રહ્યા છે.૯ કરોડના બજેટ સાથે ૧૪૦૦ કરોડની કમાણી કરીને ઓબ્સેશને હિટ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે, ટિકિટો હોટ કેકની જેમ વેચાય છે. આજકાલ, હોલિવૂડમાં એક અનોખો ક્રેઝ ચાલી રહ્યો છે. ફક્ત ૯ કરોડમાં બનેલી, કરી બાર્કર દ્વારા દિગ્દર્શિત “ઓબ્સેશન” એ પહેલેથી જ ઘણા ઐતિહાસિક રેકોર્ડ સર્જ્યા છે.
“Obsession” એ હોલિવૂડમાં તોફાન મચાવી દીધું છે, મુખ્ય ફિલ્મ સ્ટુડિયો અને સુપરસ્ટાર્સનું ધ્યાન ખેંચ્યું છે. જ્યારે તે દર્શકો માટે મનોરંજક છે, ત્યારે ફક્ત ૯ કરોડમાં બનેલી આ ફિલ્મે રિલીઝના માત્ર ચાર અઠવાડિયામાં વિશ્વભરમાં ૧૪૦૦ કરોડની કમાણી કરી છે.અમેરિકન મનોવૈજ્ઞાનિક હોરર ફિલ્મ “ઓબ્સેશન” ઓનલાઈન ટ્રેન્ડ કરી રહી છે, અને તેની મુખ્ય અભિનેત્રી, ઇન્દે નવરેટ, ફિલ્મની સૌથી વધુ ચર્ચિત વ્યક્તિઓમાંની એક બની ગઈ છે. તેના અભિનયની ટીકાકારો અને વિવેચકો બંને દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. ફિલ્મની સફળતા વચ્ચે, ફિલ્મ નિર્માતા શુભમ સંજય શેવડેએ તાજેતરમાં તેમની ટૂંકી ફિલ્મ “ક્રોસવડ્ર્સ ટુગેધર” ની યાદ તાજી કરી છે અને નવરેટ “ઓબ્સેશન” નો ચહેરો બન્યા તે પહેલાંના વર્ષોની વાતો તાજી કરી છે.
ઇન્સ્ટાગ્રામ પર પ્રોજેક્ટના પડદા પાછળના ફોટા શેર કરતાંશેવડેએ લખ્યું છે કે, “૮ વર્ષ પહેલાં, મેં એક ટૂંકી ફિલ્મ – ક્રોસ વડ્ર્સ ટુગેધર – દિગ્દર્શિત કરી હતી અને જ્રૈહઙ્ઘીહટ્ઠદૃટ્ઠિિીીંંસાથે કામ કરવાનો લહાવો મળ્યો હતો. આજે આ પડદા પાછળના ફોટા જોતાં, તે કેટલી મોટી થઈ ગઈ છે તે આશ્ચર્યજનક છે. ઓબ્સેશનમાં તેના અભિનયથી દુનિયા પાગલ થઈ ગઈ તે પહેલાં, મને એક રોમેન્ટિક શોર્ટ ફિલ્મમાં તેનું દિગ્દર્શન કરતી વખતે તેની પ્રતિભા જોવાનો લહાવો મળ્યો હતો… તેણીને તે માન્યતા મળતી જોઈને ખૂબ જ આનંદ થાય છે જે તેણીને લાયક છે.” ઇન્દે નવરેટે ભારતીય દિગ્દર્શક સાથે કામ કર્યુંશેવડેએ ફિલ્મ નિર્માણ દરમિયાન નવરેટે સાથે કામ કરવાના તેમના અનુભવ વિશે ૈંહ્લઁ વર્લ્ડ સાથે પણ વાત કરી. તેમણે સમજાવ્યું,
“આ ઘટના ૨૦૧૮ માં લોસ એન્જલસમાં મારી થીસીસ ફિલ્મ ‘ક્રોસ વડ્ર્સ ટુગેધર’ દરમિયાન બની હતી, જે જીછય્ પ્રોજેક્ટ હતો. તે સમયે, ઇન્ડેને જીછય્ માટે ક્વોલિફાય થવા માટે બીજા પ્રોજેક્ટની જરૂર હતી, અને તેણે મુખ્ય ભૂમિકાઓમાંથી એક માટે ઓડિશન આપ્યું હતું.‘ઓબ્સેશન’ પહેલા ઇન્ડેની ટૂંકી ફિલ્મ તેમણે આગળ કહ્યું, “અમારી ફિલ્મ જીવનના વિવિધ તબક્કામાં ત્રણ મહિલાઓની વાર્તા કહે છેઃ એક કિશોરી, એક ગર્ભવતી સ્ત્રી અને એક વૃદ્ધ સ્ત્રી. ઇન્ડે કિશોરીની ભૂમિકા ભજવી હતી, એક યુવાન છોકરી જે હજુ પણ પ્રેમને સમજવાનો પ્રયાસ કરી રહી છે.
આ ભૂમિકા માટે એક અનોખી નિર્દોષતા અને ભાવનાત્મક પ્રામાણિકતાની જરૂર હતી, અને આ એવી વસ્તુ હતી જે તેણી કુદરતી રીતે સ્ક્રીન પર લાવી.”કેરી બાર્કર દ્વારા લખાયેલ, દિગ્દર્શિત અને સંપાદિત, “ઓબ્સેશન” એક અલૌકિક હોરર ફિલ્મ છે જે બેર નામના મ્યુઝિક સ્ટોર કર્મચારીની વાર્તા કહે છે, જેનું પાત્ર માઈકલ જોહ્નસ્ટન ભજવે છે. આજ સુધી, આ ફિલ્મે ઇં૧ મિલિયનથી ઓછા બજેટમાં બનેલી હોવા છતાં ઇં૧૭ મિલિયનથી વધુની કમાણી કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે ‘ધુરંધર ૨’નો રેકોર્ડ સરળતાથી તોડી નાખ્યો છે.

