સિનેમાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલું ‘સકીના’નું આ પાત્ર અમીશા પટેલને આસાનીથી મળ્યું નહોતું
Mumbai, તા.૧૬
ભારતીય સિનેમા જગતની ક્લાસિક અને ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મ ‘Gadar એક પ્રેમ કથા’ને આજે રિલીઝના ૨૫ વર્ષ પૂર્ણ થયા છે. આ ઐતિહાસિક અવસરે ફિલ્મમાં ‘સકીના’ના અમર પાત્રને જીવંત કરનારી અભિનેત્રી અમીશા પટેલે પોતાના યાદગાર અને સંઘર્ષપૂર્ણ સફર અંગેના અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
બોલિવૂડ સુપરસ્ટાર સની દેઓલ અને અમીશા પટેલ અભિનીત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સફળતાના તમામ રેકોર્ડ ધ્વસ્ત કર્યા હતા. આ રજત જયંતી પર્વ નિમિત્તે આપેલા એક વિશેષ ઇન્ટરવ્યૂમાં અમીશા પટેલે ફિલ્મની પડદા પાછળની અજાણી વાતો, પાત્ર માટેની આકરી મહેનત અને સની દેઓલ સાથેના પોતાના શૂટિંગના અનુભવો વિશે ખુલ્લા દિલે વાત કરી છે.અમીશા પટેલે જણાવ્યું કે, જ્યારે કરિયરની શરૂઆતમાં તેને ‘ગદર’ ફિલ્મમાં સની દેઓલની સામે મુખ્ય અભિનેત્રી તરીકે કાસ્ટ કરવાની ચર્ચા ચાલી રહી હતી, ત્યારે તેના મનમાં ઉંમરના તફાવતને લઈને ભારે દ્વિધા હતી.
તે સમયને યાદ કરતા અમીશા કહે છે, “જ્યારે મને આ રોલની ઓફર થઈ, ત્યારે નિર્માતાઓ સામે મારો પહેલો સવાલ એ જ હતો કે, શું તમને નથી લાગતું કે હું આ ફિલ્મ માટે ખૂબ નાની છું? કારણ કે મારી સામે જે હીરો હતા, તેઓ ઉંમરમાં મારા કરતાં ઘણા મોટા અને સિનિયર હતા.”જોકે, અમીશાનો આ સંશય દિગ્દર્શક અનિલ શર્માની સમજાવટ બાદ તુરંત જ દૂર થઈ ગયો હતો. દિગ્દર્શકે જ્યારે તેને વાર્તાની ઊંડાઈ અને પાત્રોની ગંભીરતા વિગતે સમજાવી, ત્યારે તેને સમજાયું કે ફિલ્મની અસલી સુંદરતા જ ‘તારા સિંહ’ના રફ-એન્ડ-ટફ વ્યક્તિત્વ અને ‘સકીના’ના અત્યંત નાજુક તેમજ માસૂમ સ્વભાવ વચ્ચેના વિરોધાભાસમાં છુપાયેલી છે.
સિનેમાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલું ‘સકીના’નું આ પાત્ર અમીશા પટેલને આસાનીથી મળ્યું નહોતું. આ રોલ મેળવવા માટે તેને એક આકરી સ્પર્ધા અને ઓડિશન પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું. તે સમયે લગભગ ૫૦૦ જેટલી નવોદિત યુવતીઓએ આ પાત્ર માટે ઓડિશન્સ આપ્યા હતા, જેમાંથી અમીશાની આખરી પસંદગી થઈ હતી.પસંદગી થયા બાદ સકીનાના પાત્ર સાથે સંપૂર્ણ ન્યાય કરવા માટે અમીશાએ કલાકો સુધી રિસર્ચ કર્યું હતું.
તેણે જણાવ્યું કે, “મેં પાત્રની ધાર્મિક અને સામાજિક પૃષ્ઠભૂમિને સમજવા માટે મસ્જિદોની મુલાકાત લીધી હતી. ત્યાં જઈને નમાઝ કેવી રીતે અદા કરવામાં આવે છે, તેની ઝીણવટભરી રીતો અને રીત-રિવાજો ખૂબ જ નજીકથી શીખ્યા હતા.” આ ઉપરાંત તેમણે ભારત-પાકિસ્તાનના ભાગલા સમયના ઇતિહાસ અને સામાજિક પરિવેશનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો, જેમાં દિગ્દર્શક અનિલ શર્માએ તેને રોલની બારીકાઈઓ સમજવામાં ખૂબ મદદ કરી હતી.ઇન્ટરવ્યૂ દરમિયાન અમીશા પટેલે સહ-અભિનેતા સની દેઓલના મન મૂકીને વખાણ કર્યા હતા.
તેણે કહ્યું કે, સમયની સાથે સની દેઓલ પ્રત્યે તેમનો આદર અને સન્માન ઘણું વધી ગયું છે. સની દેઓલના શાંત અને સહયોગી સ્વભાવની પ્રશંસા કરતા અમીશાએ સેટ પરનો એક કિસ્સો શેર કર્યો હતો.આ વિશે વાત કરતાં અમીશાએ કહ્યું કે, “ઘણી વખત શૂટિંગ દરમિયાન એવું બનતું કે ડિરેક્ટર અનિલ શર્મા મારી પાસેથી કોઈ ખૂબ જ મુશ્કેલ કે ભાવનાત્મક દૃશ્ય કરાવવાનો આગ્રહ રાખતા, જેના કારણે હું અસ્વસ્થ થઈ જતી હતી.

