કોકટેલની પહેલી ફિલ્મ ૨૦૧૨માં રિલીઝ થઈ હતી. તેમાં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ ને ડાયના પેન્ટી લીડ રોલમાં હતાં
Mumbai, તા.૧૬
ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ફિલ્મના દર્શકો બંને માટે આવનારા બે અઠવાડિયા રસપ્રદ અને મજાના રહેવાના છે. ૧૯ જુને એક સાથે બે મોટી ફિલ્મ ‘Cocktail 2’ અને ‘વેલકમ ટુ ધ જંગલ’ રિલીઝ થઈ રહી છે. કોકટેલમાં શાહિદ કપૂર, ક્રિતિ સેનન અને રશ્મિકા મંધાના લીડ રોલમાં છે. આ ળેન્ચાઇઝીની આગળની ફિલ્મ લોકપ્રિય હતી અને તેનાં ગીતો ઘણા લોકપ્રિય થયા હતા. તેથી આ ફિલ્મ પાસે પણ ઘણી અપેક્ષાઓ છે. કોકટેલ ૨ના એડવાન્સ બૂકિંગની ૧૪ જુન શરૂઆત થઈ છે.
ત્યારે એવા અહેવાલો છે કે આ ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી એ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે અને ફિલ્મનો રન ટાઇમ ૧૫૦ મિનિટનો છે, એટલે કે ‘Cocktail 2’ ૨ કલાક અને ૩૦ મિનિટ લાંબી ફિલ્મ છે. આ સર્ટિફિફિકેટ સાથે કોકટેલ ૨ ક્રિતિ સેનનની પહેલી એ રેટેડ ફિલ્મ બની છે. જ્યારે રશ્મિકાની એનિમલ પછી આ બીજી એ રેટેડ ફિલ્મ છે. જ્યારે શાહિદ કપૂરની કમીને, ઉડતા પંજાબ, કબીર સિંઘ અને ઓ રોમિયો પછી આ પાંચમી એ રેટેડ ફિલ્મ છે. શાહિદની એક પછી એક બીજી એ રેટેડ ફિલ્મ છે. કોકટેલની પહેલી ફિલ્મ ૨૦૧૨માં રિલીઝ થઈ હતી. તેમાં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ ને ડાયના પેન્ટી લીડ રોલમાં હતાં, ડાયનાએ આ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. એ ફિલ્મ પણ હોમી અડજાણીયાએ જ ડિરેક્ટ કરી હતી. તેને યૂએ સર્ટિફિકેટ મળ્યું હતું અને એ ફિલ્મ ૧૪૬ મિનિટ લાંબી હતી.

