વિશાલ ધીયા,Veraval તા.૧૭
વેરાવળ તા. ૧૬ વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખારવા સમાજના-તેજસ્વી તારલાઓ વિધાર્થીઓ, વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ સોમનાથ પાર્ટી પ્લોટ વેરાવળ ખાતે યોજાયેલ હતો.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રાજ્યસભા સાંસદ માનસિંહભાઈ પરમાર તેમજ ખારવા સમાજના પટેલ દામજીભાઈ ફોફંડી,ખારવા સમાજ ને અધ્યક્ષ લખમભાઈ ભેંસલા, નગરપાલિકાના પ્રમુખ નરેશભાઈ ગોહેલ,સી ફૂડ એક્સપોર્ટસ એશો.ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ જગદિશભાઈ ફોફંડી,જિલ્લા ભા.જ.૫. પ્રમુખ ડો.સંજય ભાઈ પરમાર, બોટ એસો. પ્રમુખ તુલસીભાઈ ગોહેલ, ખારવા લોધી જ્ઞાતિનાં પટેલ બાબુલાલ ખીમજી ગોહેલ સહિત સમાજ તેમજ બોટ એશો. નાં અન્ય હોદ્દેદારો, સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ધોરણ-૮ થી સ્નાતક અને અનુસ્તાનક સુધીના તેજસ્વી વિદ્યાર્થી-વિદ્યાર્થીર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે સન્માન કરી પુરસ્કૃત કરવામાં આવ્યા હતાં. સાથોસાથ ઉપસ્થિત મહેમાનો દ્વારા વકતવ્યમાં આજના સમયમાં શિક્ષણનું મહત્વ વિષે વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓને જાણકારી તેમજ માર્ગદર્શન પુરૂ પાડીને તેઓને ઉત્સાહિત કરવામાં આવેલ. એકંદરે સરસ્વતી સન્માન સમારંભ નો કાર્યક્રમ સફળ રહ્યો હતો.

