Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Nidhi Dutta એ બોર્ડર-થ્રી સહિત પાંચ પ્રોજેક્ટની જાહેરાત કરી

    June 23, 2026

    Love and War ના સેટ પર કારીગરનું મોત, ૪૦ લાખ વળતરની ઓફર

    June 23, 2026

    Arjun Rampal વિજય માલ્યા જેવા ઉદ્યોગપતિનો રોલ ભજવશે

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Nidhi Dutta એ બોર્ડર-થ્રી સહિત પાંચ પ્રોજેક્ટની જાહેરાત કરી
    • Love and War ના સેટ પર કારીગરનું મોત, ૪૦ લાખ વળતરની ઓફર
    • Arjun Rampal વિજય માલ્યા જેવા ઉદ્યોગપતિનો રોલ ભજવશે
    • Samantha Ruth Prabhu બનશે માતા; ‘મા ઇન્તિ બંગારમ’ની સફળતા વચ્ચે ડિરેક્ટરે કર્યો ખુલાસો
    • જૂનાગઢની કરોડોની ફૂડ ટેસ્ટિંગ લેબ હજુ અધૂરી, ૫ કરોડની મશીનરી છતાં સેમ્પલ માટે વડોદરા પર નિર્ભરતા
    • નક્સલવાદની જેમ, ઘૂસણખોરીને નાબૂદ કરવા માટે એક સમયમર્યાદા નક્કી કરી શકાય છે, Amit Shah
    • કાયદો-વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, Gandhinagarમાં મધરાતે હર્ષ સંઘવીની ’મેગા બેઠક’ વહેલી સવાર સુધી ચાલી!
    • Jasdanમાં પિતા અને અઢી વર્ષની પુત્રીના મૃતદેહ મળતા ચકચાર, પોલીસ તપાસ શરૂ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot જિલ્લાની 800થી વધુ શાળાઓમાં કાલથી ત્રણ દી’ પ્રવેશોત્સવ
    રાજકોટ

    Rajkot જિલ્લાની 800થી વધુ શાળાઓમાં કાલથી ત્રણ દી’ પ્રવેશોત્સવ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 22, 2026Updated:June 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot તા.22
    રાજ્ય સરકાર દ્વારા ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ની થીમ સાથે આવતીકાલ તા.23થી 25 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ-2026 તથા ક્ધયા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં 23મી જૂનથી 11 તાલુકાની 800થી વધુ શાળાઓમાં ત્રિ-દિવસીય પ્રવેશોત્સવનો પ્રારંભ થશે. આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.એફ.એસ. સહિતના વરીષ્ઠ અધિકારીઓ બાળકોનો શાળા-પ્રવેશ કરાવશે.

    આ વર્ષે જિલ્લામાં 11 તાલુકામાં 69 જેટલા રૂટની 800થી વધુ શાળાઓમાં પ્રવેશોત્સવ, ક્ધયા કેળવણી મહોત્સવ યોજાશે. આ દરમિયાન આઈ.એ.એસ. શ્રી નેહાકુમારી (મિશન ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન), આઈ.પી.એસ. વલય વૈદ્ય (સ્ટાફ ઓફિસર, ડી.જી.પી. ઓફિસ), આઈ.પી.એસ. સાહિત્ય વી. (એસ.પી. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ, ગાંધીનગર), આઈ.એફ.એસ. શ્રી જી.આર. મુર્થી (એ.પી.સી.સી.સી.એફ. નાણાકીય પ્રબંધન અને આયોજન, ગાંધીનગર), જ્વાલરી ઝા, સંયુક્ત સચિવ (સ્કૂલ કંટ્રોલ, ગુજરાત રાજ્ય હાયર સેકન્ડરી એજ્યુ. બોર્ડ) સહિતના ઉચ્ચ અધિકારીઓ વિવિધ રૂટની શાળાઓમાં ઉપસ્થિત રહીને કુમાર તેમજ કન્યા છાત્રોનો શાળાપ્રવેશ કરાવીને શિક્ષણને પ્રોત્સાહન આપશે.

    આ અધિકારીઓ દ્વારા શાળાની મુલાકાત લઈને માળખાકીય સુવિધાઓ તેમજ વાલીઓ સાથે મીટિંગ કરીને શાળાકીય શિક્ષણને વધુ ગુણવત્તાસભર બનાવવા માટે તેમજ વિદ્યાર્થીઓની નિયમિત રીતે અભ્યાસ કરે તે બાબતે મંથન પણ કરવામાં આવશે.

    અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ શાળા પ્રવેશોત્સવ-ક્ધયા કેળવણી મહોત્સવના આયોજન અંગે જ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જિલ્લામાં દિવ્યાંગ બાળકોને શાળાપ્રવેશમાં ક્યાંક તકલીફ ન પડે અને તેઓનો સરળતાથી, ઉત્સાહભેર શાળા-પ્રવેશ થાય તે ખાસ જોવા જણાવ્યું હતું.

    ઉપરાંત ધો.9થી 12ના ડ્રોપઆઉટ છાત્રોના પુન: શાળાપ્રવેશ પર તેમણે ખાસ ભાર મુક્યો હતો.  પ્રવેશોત્સવમાં જનારા અધિકારીઓને તેમણે પ્રવેશોત્સવ બાદ શાળાની મુલાકાત લઈ તેમજ શિક્ષકો-વાલીઓ સાથે બેઠક કરીને શાળામાં શિક્ષણની ગુણવત્તા વધે તેવા પ્રયાસો કરવા પણ જણાવ્યું હતું.

    આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદે એક શાળાની મુલાકાતનું ઉદાહરણ રજૂ કરીને દિવ્યાંગ બાળકોના શાળા-પ્રવેશ અને અભ્યાસ પ્રત્યે સકારાત્મક માહોલ સર્જવા પર ભાર મુક્યો હતો. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલ સહિતના વિવિધ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

     

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: પ્રેમલગ્ન મુદ્દે ધારાસભ્ય રમેશ ટીલાળાએ યુવક-યુવતીઓને લગ્ન પહેલાં માતા-પિતાને વિશ્વાસમાં લેવા અપીલ કરી

    June 23, 2026
    રાજકોટ

    Rajkot: જ્યોતિ CNC International ક્લાસિકલ ફિડે રેટિંગ Chess Tournament વડોદરામાં યોજાશે

    June 23, 2026
    રાજકોટ

    Rajkot: જીવંતિકાનગરમાં કારખાનામાં જુગટુ રમતા ત્રણ શકુની ઝડપાયા

    June 23, 2026
    રાજકોટ

    Rajkotમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો લોજીંગનો ધંધાર્થી ઝડપાયો

    June 22, 2026
    રાજકોટ

    Rajkot: પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે લાખોની ઠગાઈ કરનાર એજન્ટને ૭ વર્ષની કેદ

    June 22, 2026
    રાજકોટ

    Rajkot: લોધિકાના ચીભડા ગામે ૩ વર્ષની બાળકીને તાવ ભરખી ગયો

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Nidhi Dutta એ બોર્ડર-થ્રી સહિત પાંચ પ્રોજેક્ટની જાહેરાત કરી

    June 23, 2026

    Love and War ના સેટ પર કારીગરનું મોત, ૪૦ લાખ વળતરની ઓફર

    June 23, 2026

    Arjun Rampal વિજય માલ્યા જેવા ઉદ્યોગપતિનો રોલ ભજવશે

    June 23, 2026

    Samantha Ruth Prabhu બનશે માતા; ‘મા ઇન્તિ બંગારમ’ની સફળતા વચ્ચે ડિરેક્ટરે કર્યો ખુલાસો

    June 23, 2026

    જૂનાગઢની કરોડોની ફૂડ ટેસ્ટિંગ લેબ હજુ અધૂરી, ૫ કરોડની મશીનરી છતાં સેમ્પલ માટે વડોદરા પર નિર્ભરતા

    June 23, 2026

    નક્સલવાદની જેમ, ઘૂસણખોરીને નાબૂદ કરવા માટે એક સમયમર્યાદા નક્કી કરી શકાય છે, Amit Shah

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Nidhi Dutta એ બોર્ડર-થ્રી સહિત પાંચ પ્રોજેક્ટની જાહેરાત કરી

    June 23, 2026

    Love and War ના સેટ પર કારીગરનું મોત, ૪૦ લાખ વળતરની ઓફર

    June 23, 2026

    Arjun Rampal વિજય માલ્યા જેવા ઉદ્યોગપતિનો રોલ ભજવશે

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.