(મહેશ રાવલ દ્વારા)
Surendranagar,તા.૨૨
ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામ નજીક આજે સવારે સનરાઈઝ સ્કૂલની બસ અને પીકઅપ બોલેરો વચ્ચે ગંભીર અકસ્માતમાં ૧૦થી વધુ વિદ્યાર્થી બાળકોને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત એટલો ગંભીર હતો કે બસના એક ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને બહાર કાઢી સારવાર માટે મોકલવાની કામગીરી હાથ ધરી હતી અકસ્માત બાદ ઘટનાસ્થળેથી સ્કૂલ બસને હટાવી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે, જેના કારણે અકસ્માતના ચોક્કસ કારણો અંગે વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. જોકે, પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે સદનસીબે કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી, પરંતુ અનેક વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચતા તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો હાલ તમામ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે અને તપાસ પૂર્ણ થયા બાદ અકસ્માતનું સાચું કારણ બહાર આવશે.

