ઝાંઝમેર ગામે મકાનમાં ગંજીપત્તોના રશિયા ૩ શખ્શો સાથે રૂ ૫૨૩૦ નો મુદામાલ કબ્જે કર્યો
રાજકોટ તા.૨૨
રાજકોટ જિલ્લામાં બે અલગ અલગ સ્થળોએ જુગારધામના દરોડામાં વાડાસડા ગામે જુગતુ રમતા ચાર જુગારી ઝડપી પાડ્યા હતા અને રૂ ૧૦૭૮૦નો મુદ્દામાલ જેતપુર તાલુકા પોલીસે કબજે કર્યો બીજા બનાવમાં ઝાંઝમેર ગામે રામદેવપીર સોસાયટીમાં મકાનમાં જુગટુ રમતા ૩ જુગારીને ઝડપી પાડ્યા અને રૂ ૫૨૩૦ નો મુદામાલ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે કબજે કર્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી
આ અંગે મળતી માહિતી મુજબ Jetpur તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન હેડ કોન્સ્ટેબલ જે આર મૂછિયા ને ખાનગી રાહે બાતમી મળેલ કે Jetpur તાલુકાના વાડાસડા ગામે ધવલ મોહનભાઈ ખુમાણના મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતની આધારે દરોડો પાડતા વાડાસડા ગામે રહેતા ધવલ મોહનભાઈ ખુમાણ, બીપીન શીવાભાઈ પડાયા, હમીર મંગાભાઈ ખુમાણ, ભુપત સાજણભાઈ ખુમાણ ને જુગટુ રમતા ઝડપી પાડ્યા અને રૂ ૧૦૭૮૦ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી અને ચારેય આરોપી વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી બીજા બનાવમાં ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન ની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન બાતમી મળેલ કે ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે નટુ વીરાભાઇ સોલંકી ના મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી આધારે દરોડો પાડતા ઝાંઝમેર ગામે રહેતા નટુ વીરાભાઇ સોલંકી, રાજેશ ભગવાનદાસ કેલૈયા, ગિરીશ કરસનભાઈ બાબરીયા ને જુગટુ રમતા ઝડપી પાડ્યા હતા રૂ ૫૨૩૦ રોકડનો મુદામાલ પોલીસે કબ્જે કર્યો અને ત્રણેય શખ્સો વિરુધ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી

