(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૩
Morbi અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના ત્રણ બનાવોમાં શ્રમિક અને ટ્રક ચાલક સહીત ત્રણ વ્યક્તિના મોત મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
પ્રથમ બનાવમાં Morbiના રાજપર ગામે રહેતા વિવેક કરણસિંગ આહીરવાડ (ઉ.વ.૧૮) નામના યુવાનને રાજપર ગામની સીમમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત થયું હતું બીજા બનાવમાં મૂળ ઉત્તરપ્રદેશ હાલ ઢુવા માટેલ રોડ પર ઇન ડીઝાઇન સિરામિકમાં કામ કરતા રેહાન કલ્લુભાઈ શાહ (ઉ.વ.૧૯) નામના યુવાન સિરામિક કારખાનામાં લોડીંગ પોઈન્ટ પર લોડીંગ કામ કરતો હતો ત્યારે રેકડો લઈને જતી વખતે ત્યાં રાખેલ પંખાના વાયર પર રેકડો આવતા અકસ્માતે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત થયું હતું ત્રીજા બનાવમાં મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા પીયુષ ભીખુભાઈ ભરડા (ઉ.વ.૨૨) નામના યુવાન વાંકાનેરના સરતાનપર રોડ પર ટીટા ચોકડી પાસે બંધ પડેલ ટ્રક રીપેરીંગ કરતો હતો અને ટ્રકની જોઈન્ટ માથા પર પડતા ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી અને વાંકાનેર તાલુકા પોલીસે ત્રણેય બનાવો મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

