પાંચ આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકમાં મારામારીની ફરિયાદ નોંધાઈ
(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૩
શહેરના વજેપર વિસ્તારમાં મિત્ર સાથે ચાલતી તકરાર મામલે પાંચ ઇસમોએ બે યુવાનને છરીના ઘા ઝીકી તેમજ લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરી હતી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં પાંચ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ ચલાવી છે
Morbiના વજેપરમાં રહેતા રોહિત જગદીશભાઈ બાંભણીયા (ઉ.વ.૧૯) નામના યુવાને આરોપીઓ જગદીશ ઉર્ફે જગો સુરેશભાઈ થરેશા, દીપ ગણેશ રાવલ, જીગ્નેશ ભીમાભાઇ રહે ત્રણેય વજેપર મોરબી તેમજ જયપાલ ઝાલા રહે શિવ સોસાયટી મોરબી અને સાહિલ મુનાભાઈ જાદવ રહે કાલિકા પ્લોટ મોરબી એમ પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૧ ના રોજ રાત્રીના સુમારે ફરિયાદી રોહિત, તેનો મિત્ર વિશાલ મકવાણા અને અન્ય મિત્ર ખોડાભાઈ ચૌહાણ ખોડીયાર માતાજી મંદિર પાસે બેઠા હતા સવા અગિયાર વાગ્યે ખોડાભાઈ પોતાના ઘરે જતા રહ્યા હતા અને રાત્રીના આરોપીઓએ આવી ખોડાભાઈ ક્યાં છે અમારે તેની સાથે દુશ્મનાવટ ચાલે છે તો તું તેની સાથે કેમ બેઠો હતો
કહીને બોલચાલ કરી ગાળો આપવા લાગ્યા હતા અને દીપ રાવલે છરી કાઢી ફરિયાદીને બે ઘા વાસાના ભાગે મારી દીધા હતા મિત્ર વિશાલ છોડાવવા વચ્ચે પડ્યો હતો અને તેનું મોટરસાયકલ લઈને આવી હોસ્પિટલ સારવાર માટે જવા નીકળ્યા હતા ત્યારે બુલેટ લઈને પાછળ આવી દીપ રાવલે પાઈપ વડે વિશાલને માથામાં મારી હવે ખોડા સાથે રહીયા તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી આમ મિત્ર સાથે ચાલતી દુશ્મનાવટનો ખાર રાખી પાંચ ઇસમોએ ફરિયાદીને છરી વડે ઈજા કરી તેમજ તેના મિત્રને પાઈપ અને ધોકા વડે માર માર્યો હતો એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

