New Delhi, તા.24
ભારતનાં ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીને બ્રિટીશ કોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટનાં આદેશ બાદ હવે નીરવ મોદીએ બેન્ક ફ્રોડ મામલામાં 100 કરોડથી વધુ પેમેન્ટ કરવું પડશે.
હાઈકોર્ટનાં ન્યાયાધીશ સાઈમન ટિંકલરે નીરવ મોદીને વ્યકિતગત ગેરંટી અંતર્ગત દેવાદાર ઠેરવ્યા છે. અહેવાલો મુજબ નીરવ પર 4.1 મીલીયન ડોલર (લગભગ 38.9 કરોડ રૂપિયા)ની મુળ રકમ બાકી છે.બેન્ક તેમાં નિર્ધારીત વ્યાજ પણ જોડશે.
અહેવાલો મુજબ મંગળવારે હાઈકોર્ટમાં સુનાવણી દરમ્યાન નીરવ કે તેના વકીલે પોતાના બચાવમાં કોઈ સ્પષ્ટીકરણ નથી આપ્યું. નીરવે તર્ક આપ્યો હતો કે ગેરંટી લાગુ કરવા યોગ્ય નહોતી.
તેણે બેન્ક પાસેથી કાયદેસર માંગો કયારેય નહોતી મેળવી.બેન્ક ઓફ ઈન્ડીયાએ જુલાઈ 2012 માં નીરવની કંપની ફાયર સ્ટાર ડાયમંડ એફઝેડઈને દુબઈમાં કરજ દીધુ હતું. નીરવે 3 ઓગસ્ટ 2016 માં તેને વ્યકિતગત ગેરંટી આપી હતી.
2018 ની શરૂઆતમાં જયારે નીરવ દ્વારા પંજાબ નેશનલ બેન્કમાં કથિત છેતરપીંડીની ખબર ફેલાઈ તો બેન્ક ઓફ ઈન્ડીયાએ નીરવને આપેલી લોન પાછી માંગવાનો નિર્ણય લીધો માર્ચ અને એપ્રિલમાં તેને મોકલાયેલી નોટીસનો કોઈ જવાબ ન મળ્યો.
8 માર્ચ 2024 ના બેન્ક ઓફ ઈન્ડીયાએ 4.1 મિલીયન ડોલરની મૂળ રકમ અને વ્યાજ માટે સારાંશ નિર્ણય મેળવ્યો બેન્કે ઓકટોબર 2025 માં નીરવને એક વધુ માંગ મોકલી ન્યાયાધીશે ટિંકલરે કહ્યું કે ફેબ્રુઆરી 2018 થી ફાયર સ્ટાર સમુહની દરેક કંપનીને અસર થઈ હતી.

