Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…પ્રસાદની ચોરી શ્રદ્ધા પર પ્રહાર છે

    June 24, 2026

    Ronaldo ૬ વર્લ્ડકપમાં ગોલ કરનાર પહેલો ફૂટબોલર

    June 24, 2026

    China ના ઝૂમાં રીંછ બનવાની નોકરી; વાર્ષિક રૂ.૧૪ લાખ પગાર

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…પ્રસાદની ચોરી શ્રદ્ધા પર પ્રહાર છે
    • Ronaldo ૬ વર્લ્ડકપમાં ગોલ કરનાર પહેલો ફૂટબોલર
    • China ના ઝૂમાં રીંછ બનવાની નોકરી; વાર્ષિક રૂ.૧૪ લાખ પગાર
    • પરમાણુ ઠેકાણાઓની તપાસ મુદ્દે US and Iran ફરી સામસામે
    • Bhuj વરસાદ ખેંચાતાં કચ્છમાં જળસંકટ ઘેરાયું ડેમોમાં પાણીનો જથ્થો તળિયે
    • માણસા પોલીસ સ્ટેશનના યુવા પોલીસકર્મીનો ફાંસો ખાઈ આપધાત
    • Ahmedabad અસલી પ્લાઝા ચોરી કરી દર્દીઓને આપતા હતા ભેળસેળયુક્ત નકલી પ્લાઝા
    • ‘ઈથેનોલવાળુ Petrol સંપૂર્ણ સુરક્ષિત હોવાનો સરકારનો ખુલાસો’
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot ડિવિઝને રચ્યો ઇતિહાસ, એક જ દિવસમાં માલ પરિવહનથી ૧૧.૨૨ કરોડની કમાણી કરી
    રાજકોટ

    Rajkot ડિવિઝને રચ્યો ઇતિહાસ, એક જ દિવસમાં માલ પરિવહનથી ૧૧.૨૨ કરોડની કમાણી કરી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 24, 2026Updated:June 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૨૦ રેકના રેકોર્ડ લોડિંગથી નવો કીર્તિમાન સ્થપાયો; પેટ્રોલિયમ, એલપીજી, ફર્ટિલાઇઝર, મીઠું, કન્ટેનર અને સિમેન્ટ લોડિંગે ભજવી મહત્વની ભૂમિકા

    Rajkot તા.૨૪

    પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને માલ પરિવહન ક્ષેત્રે નવો ઇતિહાસ રચતા ૨૩ જૂન, ૨૦૨૬ના રોજ એક જ દિવસમાં સૌથી વધુ માલ લોડિંગની આવક મેળવવાનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ડિવિઝને આ દિવસે ૨૦ રેકનું લોડિંગ કરીને ૧૧.૨૨ કરોડની આવક મેળવી છે, જે અત્યાર સુધીની સૌથી વધુ દૈનિક માલ પરિવહન આવક છે.

    રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ પૂર્વે ૨૭ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ રાજકોટ ડિવિઝને ૧૪ રેકના લોડિંગ દ્વારા ૧૦.૯૦ કરોડની આવક મેળવીને તે સમયનો સવોચ્ચ દૈનિક માલ પરિવહન રેકોર્ડ બનાવ્યો હતો. ૨૩ જૂન, ૨૦૨૬ના રોજ ૨૦ રેકના લોડિંગ સાથે ૧૧.૨૨ કરોડની આવક મેળવીને ડિવિઝને આ રેકોર્ડને પાછળ છોડી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

    આ રેકોર્ડબ્રેક સિદ્ધિમાં પેટ્રોલિયમ ઉત્પાદનો, એલપીજી, ફર્ટિલાઇઝર, મીઠું, કન્ટેનર તેમજ સિમેન્ટના લોડિંગનું મહત્વનું યોગદાન રહ્યું હતું. ૨૩ જૂને કુલ ૨૦ રેકના લોડિંગમાં ૮ રેક પેટ્રોલિયમ ઉત્પાદન, ૩ રેક એલપીજી, ૩ રેક ફર્ટિલાઇઝર, ૩ રેક મીઠું, ૨ રેક કન્ટેનર અને ૧ રેક સિમેન્ટનું લોડિંગ કરવામાં આવ્યું હતું. આ લોડિંગ રિલાયન્સ રેલ ટર્મિનલ, નાયરા એનર્જી લિમિટેડ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ , ટાટા કેમિકલ્સ લિમિટેડ, વિન્ડમિલ, લવણપુર, મોરબી અને શ્રી દિગ્વિજય સિમેન્ટ સાઇડિંગ જેવા અગ્રણી ઔદ્યોગિક એકમો અને સાઇડિંગ્સ પરથી કરવામાં આવ્યું હતું.

    રાજકોટ ડિવિઝન પશ્ચિમ રેલવેના અગ્રણી માલ પરિવહન ડિવિઝનોમાંનું એક છે. આ વિસ્તારના અગ્રણી ઔદ્યોગિક એકમો, પેટ્રોલિયમ યુનિટો, એલપીજી ટર્મિનલ્સ, ફર્ટિલાઇઝર પ્લાન્ટ્‌સ અને મીઠાના ઉદ્યોગોમાંથી મળતા માલસામાનના પરિવહનને કારણે ડિવિઝનનો માલ પરિવહન વ્યવસાય સતત પ્રગતિ કરી રહ્યો છે. ડિવિઝન દ્વારા માલસામાનના ગ્રાહકોને ઝડપી, ઉત્કૃષ્ટ અને વિશ્વસનીય સેવાઓ પૂરી પાડવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના હકારાત્મક પરિણામો સતત સામે આવી રહ્યા છે.

    નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં રાજકોટ ડિવિઝને માલ પરિવહનમાંથી ૨૨૩૮.૩૪ કરોડની આવક મેળવી હતી. એક જ દિવસમાં ૧૧.૨૨ કરોડની રેકોર્ડ આવક મેળવીને ડિવિઝને પોતાની ઓપરેશનલ કાર્યક્ષમતા, વ્યાવસાયિક ક્ષમતા અને ગ્રાહક-કેન્દ્રી કાર્યપ્રણાલીનું વધુ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ રજૂ કર્યું છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ધારાસભ્ય રમેશ ટીલાળાની ઉપસ્થિતિમાં પ્રગતિનો પ્રવેશોત્સવ-૨૦૨૬નો ઉત્સાહભેર પ્રારંભ

    June 24, 2026
    રાજકોટ

    Rajkot મનપાના પેન્શનર્સની હયાતીની ખરાઇ પ્રથમ વખત ડિજીટલ: પૂર્વ કર્મીઓને કચેરીના ધકકા બંધ થશે

    June 24, 2026
    રાજકોટ

    Rajkot: પ્રેમલગ્ન મુદ્દે ધારાસભ્ય રમેશ ટીલાળાએ યુવક-યુવતીઓને લગ્ન પહેલાં માતા-પિતાને વિશ્વાસમાં લેવા અપીલ કરી

    June 23, 2026
    રાજકોટ

    Rajkot: જ્યોતિ CNC International ક્લાસિકલ ફિડે રેટિંગ Chess Tournament વડોદરામાં યોજાશે

    June 23, 2026
    રાજકોટ

    Rajkot: જીવંતિકાનગરમાં કારખાનામાં જુગટુ રમતા ત્રણ શકુની ઝડપાયા

    June 23, 2026
    રાજકોટ

    Rajkotમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો લોજીંગનો ધંધાર્થી ઝડપાયો

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તંત્રી લેખ…પ્રસાદની ચોરી શ્રદ્ધા પર પ્રહાર છે

    June 24, 2026

    Ronaldo ૬ વર્લ્ડકપમાં ગોલ કરનાર પહેલો ફૂટબોલર

    June 24, 2026

    China ના ઝૂમાં રીંછ બનવાની નોકરી; વાર્ષિક રૂ.૧૪ લાખ પગાર

    June 24, 2026

    પરમાણુ ઠેકાણાઓની તપાસ મુદ્દે US and Iran ફરી સામસામે

    June 24, 2026

    Bhuj વરસાદ ખેંચાતાં કચ્છમાં જળસંકટ ઘેરાયું ડેમોમાં પાણીનો જથ્થો તળિયે

    June 24, 2026

    માણસા પોલીસ સ્ટેશનના યુવા પોલીસકર્મીનો ફાંસો ખાઈ આપધાત

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…પ્રસાદની ચોરી શ્રદ્ધા પર પ્રહાર છે

    June 24, 2026

    Ronaldo ૬ વર્લ્ડકપમાં ગોલ કરનાર પહેલો ફૂટબોલર

    June 24, 2026

    China ના ઝૂમાં રીંછ બનવાની નોકરી; વાર્ષિક રૂ.૧૪ લાખ પગાર

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.