બી ડિવિઝન પોલીસનો દરોડો : રૂ. 95 હજારનો શરાબ કબ્જે, મકાન માલિકની શોધખોળ
Gondal,તા.24
ગોંડલની ગ્રીન પાર્ક સોસાયટીના મકાનમાંથી શરાબની 580 બોટલ ઝડપી લેવાઈ હતી. બી ડિવિઝન પોલીસે દરોડો પાડી રૂ.95 હજારની દારૂ કબ્જે કરી મકાન માલિક નરેન્દ્રસિંહ વાઘેલાની ધરપકડ કરવા તજવીજ આદરી હતી.
રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર અને ડીવાયએસપી કે જી ઝાલા દ્વારા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ-જુગારની ગેરકાયદે બદ્દીને ડામવા અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અનુસંધાને ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકના ટીમો પ્રયત્નશીલ હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ અને મહિલા પોલીસ કર્મચારી નિમુબેનને મળેલી ખાનગી બાતમીના આધારે ગ્રીનપાર્ક સોસાયટીમાં નરેન્દ્રસિંહ ઉર્ફે કાનભા હરદેવસિંહ વાઘેલાના મકાનમાંથી રૂ. 95,460 ની કિંમતની દારૂની 580 બોટલ ઝડપી પાડવામાં આવી હતી.

