Amreli તા.25
અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતએ તથા ધારી ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવી દ્વારા ડીવીઝન વિસ્તારમાંથી જુગાર/દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે બગસરા પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે વોચમાં રહી બગસરા-જેતપુર રોડ પર અજરઅમર હનુમાનજી મંદિર પાસેથી બગસરા ગામે જૂનીનગરપાલિકા પાસે રહેતા ધર્મરાજભાઇ હરેશભાઈ બાબરિયાને 180 મી.લી.બોટલ નંગ-624 કિમત રૂપિયા 1,06,080, તથા 180 મી.લી. બોટલ નંગ-96 કિમત રૂપિયા 16,320 તથા કાર નં-GJ-05-CB-8398 કિમત રૂપિયા 1,00,000 મળી કુલ રૂપિયા 2,22,400 ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.
જુગાર
અમરેલી તાલુકાના વડેરા ગામે રહેતા હસમુખ દેવશીભાઇ ચોવટીયા તથા રાહુલભાઇ બાબુભાઇ માધડ સહીત નવ જેટલા ઇસમો અમરેલી તાલુકના વડેરા ગામથી આંકડીયા જવાના ગાડા માર્ગ ઉપર આવેલ હિંમતભાઇ સુખાભાઇ જાદવની વાડીના નળમાં ખુલ્લી જગ્યામાં ગત તા.22 રાત્રે 12/45 કલાકે જાહેરમાં હાથબત્તીના અજવાળે પૈસાની હાર-જીતનો તીન-પત્તીનો જુગાર રમતાં હોય આ અંગે અમરેલી તાલુકા પોમીસને બાતમી મળતા પોલીસે દરોડો રોકડા રૂપિયા 10,160 તથા તેમજ હાથબત્તી કિમત રૂપિયા 100 મળી કુલ રૂપિયા 10,260 નાં મુદ્દામાલ સાથે તમામ પતાપ્રેમીઓ પકડાઈ જતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
પડી જતા મોત
ખાંભા તાલુકના આંબલીયાળા ગામે રહેતા દડુભાઇ પુનાભાઇ સોલંકી નામના 46 ખેડુત ગત તા.21 ના રોજ સાંજના આશરે આઠેક વાગ્યે પોતાના ઘરે મકાનની પાળ ઉપર ચડતી વખતે પગથીયેથી એકાએક પગ લપસી જતા નીચે પડી જતા માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે દવાખાને ખાસેડાયેલ જ્યાં તેમનું હેમરેજ થવાથી મોત નીપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
આપઘાત
બીજા બનાવમાં ધોરાજી ગામના વતની અને હાલ બગસરા રહેતા મુસ્તુફાભાઇ મહમદભાઇ સીપાઇ નામના 40 વર્ષીય યુવકને વ્યસનના કારણે માનસિક બિમાર રહેતા હોય જુનાગઢ સરકારી દવાખાનાની દવા પણ ચાલુ હોય જેથી પોતાને લાગી આવતા ગત તા.22 ના રોજ સવારના આશરે 5 થી 6 ના સમયગાળા દરમિયાન બગસરા ગળાફાંસો ખાય લેતા તેમનું મોત નીપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

