Bhavnagarતા.25
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે મહુવા શાકમાર્કેટ વિસ્તારમાં ખરીદી કરવા આવેલી મહિલાઓની નજર ચૂકવી, તેમણે તેડેલા માસૂમ બાળકોના ગળામાંથી સોનાના પેન્ડન્ટ સેરવી લેતી રીઢો ગુનેગાર જોડીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે.
પોલીસ ટીમે બે આરોપીઓની ધરપકડ કરી સોનાના દાગીના અને ચોરીમાં વપરાયેલી લક્ઝરી કાર સહિત કુલ રૂ. 1,36,500/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે દરોડો પાડી કારમાં સવાર વિક્રમભાઇ નાનુભાઇ વાઘેલા (ઉં.વ. 22, ધંધો-મજુરી) અને સંગીતાબેન વિક્રમભાઇ વાઘેલા (ઉં.વ. 20, ધંધો-ઘરકામ) (બંને રહે. શક્તિનગર, પાલીતાણા, જી. ભાવનગર)ની અટકાયત કરી હતી. તેમની તલાશી લેતા તેમની પાસેથી સોનાના અલગ-અલગ આકારના 4 પેન્ડન્ટ મળી આવ્યા હતા. દાગીના અંગેના આધાર-પુરાવા કે બિલ માંગતા તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.

