Surendranagar, તા.25
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તેમજ આજુબાજુના વિસ્તારના લોકોને રોજી રોટી મળી રહે અને રોજગારીની તક ઊભી થાય તે માટેના પ્રયત્નો 2017 ના વર્ષમાં સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા અને વણોદ ગામ નજીક એક જીઆઇડીસી ની સ્થાપના કરવામાં આવી હતી. 2017માં આ જીઆઇડીસી બનાવવામાં આવી હતી પરંતુ ત્યારબાદ આ જીઆઇડીસીમાં ઉદ્યોગો માટે પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી અને તમામ પ્રકારનું સ્ટ્રક્ચર પણ ઊભું કરવામાં આવ્યું હતું પરંતુ આજ દિન સુધી આ વિસ્તારમાં પૂરતા ઉદ્યોગો આવ્યા નથી અને જીઆઇડીસી આજ દિન સુધી શરૂ નથી થઈ.
ત્યારે વિરોધ પક્ષ દ્વારા આ મુદ્દે આક્ષેપો કરવામાં આવ્યા હતા જીઆઇડીસી ના નામે કરોડો રૂપિયાની કીમતી જમીનો હડપ કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા ખાસ કરીને રોડ રસ્તા અને અન્ય સુવિધાઓ પણ સરકાર દ્વારા જીઆઇડીસી વિસ્તારોમાં ઊભી કરવામાં આવી હતી.
પરંતુ તે છતાં પણ ઉદ્યોગિક એકમોને જમીનનો ફાળવી દેવામાં આવી હોવા છતાં પણ ઉદ્યોગો આવ્યા ન હતા ત્યારે આ અંગે સંકલન ની બેઠકોમાં પણ પ્રશ્ન રજૂ કરવામાં આવ્યા હતા અને આ જીઆઇડીસી અત્યંત ચર્ચામાં રહી હતી જનરલ કેટેગરીના ઉદ્યોગો માટે પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. 2017માં બનેલી આ જીઆઇડીસીમાં માળખાકીય સુવિધાઓમાં રોડ રસ્તાઓ પાણીના નિકાલ માટે ડ્રેસ સિસ્ટમ તેમજ અન્ય આયોજનના કામો પણ કરવામાં આવ્યા છે તે છતાં પણ ઉદ્યોગો આ જીઆઇડીસી વિસ્તારમાં આવ્યા નથી.
ત્યારે આ અંગે જિલ્લા કલેકટર દ્વારા વણોદ જીઆઇડીસી ની મુલાકાત કરવામાં આવી હતી અને આ જીઆઇડીસીમાં ઉદ્યોગો શરૂ થાય અને આજુબાજુના લોકોને રોજગારી મળે તે પ્રકારના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા અને જિલ્લા કલેકટર એ સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા હતા કે જે લોકોને પ્લોટની ફાળવણી કરવામાં આવી છે ત્યાં ઉદ્યોગો આવે અને ત્યાં સ્ટ્રક્ચર ઊભો કરી અને ઉદ્યોગિક એકમો સ્થાપિત કરી અને આજુબાજુના લોકોને રોજગારી મળે તે દિશામાં પ્રયત્ન કરવામાં આવે તે અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી.
પાટડી પ્રાંત અધિકારી તેમજ સ્થાનિક કર્મચારીઓ અને સ્થાનિક લોકોને સાથે રાખી અને જિલ્લા કલેકટર દ્વારા સ્થળ વિઝીટ પણ કરવામાં આવી હતી અને આ અંગે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા. અને આ જીઆઇડીસી શરૂ થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

