(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૫
જામનગર ના જૈન તપસ્વી નો આજે રર માં ઉપવાસે સંથારો સીજી ગયો હતો. આજે તેમની પાલખી યાત્રા નિકળી હતી. જેમાં અને જૈનો જોડાયા હતા
જૈન મૂર્તિ પૂજક સંઘ નો જલગાંવ ના તરૂણભાઈ મોહનલાલ મહેતા એ છેલ્લા સાત વર્ષ થી જામનગરની ધર્મનગરીને પસંદ કરી હતી. તેઓ ધર્મમય જીવન જીવતા હતાં. તેમણે જીવનપર્યંત ધર્મમય પસંદ કર્યુ હતું. વર્ષી તપ, માસ ખમણ અનેક દિવસોના ઉપવાસની તપશ્ચર્યા કરી હતી. છેલ્લે તેમણે ૪પ ઉપવાસની ભાવના વ્યક્ત કરી હતી અને સંથારો ગ્રહણ કર્યો હતો. આખરે આજે બાવીસ માં ઉપવાસ ના દિવસે તેમનો સંથારો સીજી ગયો હતો. આજે સવારે તેમના નિવાસ સ્થાન પટેલ કોલોની થી તેઓની પાલખી યાત્રા નીકળી હતી. જેમાં જૈન સમાજ ના અનેક ભાઈઓ-બહેનો જોડાયા હતાં અને સ્મશાન માં તેમના અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી હતી.

