(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૫
જામનગર તાલુકાના સિક્કાના દરિયાકાંઠે એક શીપીંગ કંપનીની બાર્જ રીપેરીંગની સાઈટ પરથી રૂ.૫૧૫૦૦ ની કિંમતના બુસ ની ચોરી અંગે ફરીયાદ નોંધાઈ હતી.હતા. તેની તપાસમાં સિકકાના જ બે શખ્સ ઝડપાયા છે. તેઓએ ચોરીની કબૂલાત આપી મુદ્દામાલ અને ચોરીમાં વાપરેલી રિક્ષા પોલીસે કબજે કરી છે.
જામનગર તાલુકાના સિક્કાના દરિયાકાંઠે આવેલી શ્રીજી શીપીંગ કંપનીની બાર્જ રીપેરીંગની સાઈટ પરથી રૂ.પ૧,૫૦૦ની કિંમતના બુસની ચોરી થઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
આ ગુન્હાની સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પીઆઈ ડી.બી. પટેલ ની સૂચનાથી તપાસ શરૂ કરાયા પછી સિક્કાના રહેવાસી હનીફ મામદ સંઘાર ઉર્ફે પોચા તથા શબ્બીર અસગર સુંભણીયા નામના બે શખ્સની અટકાયત કરાઈ હતી. આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓએ ઉપરોક્ત ચોરીની કબૂલાત આપી ચોરાઉ બુસ તથા ચોરીમાં વાપરેલી જીજે-૧૦-ટીઝેડ ૫૯૪૪ નંબર.ની રિક્ષા પણ કબજે લેવામાં આવી છે. પોલીસે રિક્ષા તથા ચોરાઉ બુસ કબજે કરી બંને આરોપીની ધરપકડ કરી છે.

