Venezuela,તા.26
વેનેઝુએલામાં ભૂકંપને 30 કલાકથી વધુ સમય વીતી ગયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ભૂકંપથી થયેલા મોતનો સતાવાર આંકડો 235 થઇ ગયો છે અને 4300થી વધુ લોકો ઘાયલ થયા છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન અને કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલા અધિકારીઓના જણાવ્યા મુજબ મૃતકોનો આંકડો વધી શકે છે. હાલ જમીન દોસ્ત થયેલી ઇમારતોના કાટમાળમાંથી જીવતા લોકોનું તલાશ અભિયાન ચાલુ છે.

