Rajkot તા.26
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવન દ્વારા વર્ષ 2026-27ના શૈક્ષણિક સત્ર માટે પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના નિયમો અનુસાર સંચાલિત આ માસ્ટર ડિગ્રી કોર્સમાં મીડિયા જગતના એકસપર્ટસ દ્વારા થીયેરીકલ અને પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવે છે. કોઈપણ પ્રવાહના સ્નાતક વિદ્યાર્થીઓ આ કોર્સ માટે જીસીએએસ પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
આ ભવનની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં પત્રકારત્વ અને મીડિયા ક્ષેત્રના અનુભવી નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓને કલાસરૂમ શિક્ષણની સાથોસાથ ગ્રાઉન્ડ લેવલનું પ્રેકટીકલ જ્ઞાન પણ આપવામાં આવે છે.
થીયરીની સાથે પ્રિન્ટ, ઈલેકટ્રોનીક અને ડિજિટલ મીડિયાનું પ્રશિક્ષણ અહીંના અનુભવી પ્રોફેસરો અને આમંત્રિત મીડિયા એકસપર્ટસ દ્વારા પુરૂ પાડવામાં આવે છે. પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓએ ગુજરાત સરકારના સતાવાર એડમીશન પોર્ટલ જીસીએએસ પર જઈને ઓનલાઈન રજી.કરાવવાનું રહેશે. વધુ વિગતો માટે સવારે 11થી સાંજે 6 વાગ્યા દરમ્યાન પત્રકારત્વ ભવનનો સંપર્ક કરવાનો રહેશે.

