Rajkot,તા.૨૫
શ્રીમતિ કે. એસ. એન. કણસાગરા મહિલા કોલેજમાં વુમન ડેવલોપમેન્ટ સેન્ટર દ્વારા ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ હેઠળ કાયદાકીય માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો.
આ કાર્યક્રમમા દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી સીમા બહેન શિંગાળા, ડી.પી. ઓફીસર મિલનભાઇ ભટ્ટ ૧૮૧ અભયંમ મહિલા હેલ્પલાઇન બીનાબેન ગોહિલ પોલીસ સ્ટેશન બેડસપોર્ટ સેન્ટર દક્ષાબેન ચાંદલીયા સખી વન સ્ટોપ સેન્ટર યાસ્મિનબેન ઠેબા હાજર રહેલ હતાં. આ સેમીનારમાં સીમાબહેને વિદ્યાર્થીનીઓને ઘરેલૂ હિંસા જાતીય સતામણી લગ્ન શીવાયના સંબંધો આ સમસ્યાઓના નિવારણ માટેના કાયદાઓ અને કલમોની માહિતી આપી હતી. બીનાબહેને ૧૮૧ હેલ્પલાઇનની મહિલાઓ કઇ રીતે મદદ લઈ શકે. આ સેવા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે શરુ થઈ હતી. યાસ્મિનબેન દ્વારા સખી વનસ્ટોપ સેન્ટર વિશે માહિતી આપવામાં આવી હતી. જેમા મહિલા ઓને કોઈ બ્લેક મેલ કરે તોઆ સેન્ટર ની મદદ લઈ શકે અને ૧૧૨ નંબરની પણ મદદ લઈ શકે છે. શિલ્પા બહેને મહિલા સહાયતા કેન્દ્ર પોલીસ બેડસ પોર્ટ સેન્ટર મહિલાઓને કાઉન્સેલીગ દ્વારા સમસ્યાઓ દૂર કરી શકાય તેની માહિતી આપેલ હતી.
આ સેમીનારમાં ૧૩૦ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાંપ્રિ. ડૉ.સ્નેહલમેડમનું માર્ગદર્શન પ્રાપ્તથયુંહતું. આ કાર્યક્રમનું સંચાલન ડેવલોપમેન્ટ સેન્ટર ના કો. ઓર્ડીનેટરમીરાંબેન જોષી મેડમ દ્વારા કરવામાં આવ્યું હતું, અને આભારદર્શન ડૉ. મૃણાલિની મેડમે કર્યું હતું. આ કાર્યક્રમનું સમાપન કલ્યાણ મંત્ર દ્વારા ડૉ. ભવદીપ ત્રિવેદી એ કર્યું હતું.
આ કાર્યક્રમમાં ડૉ. જાગૃતિબેન તથા ડૉ. નિર્મલાબેન દ્વારા પુષ્પગુચ્છથીમહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી,રાજકોટનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

