(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૬
જેતપર ગામે આવેલ ગૌશાળા નજીક રહેતા યુવાનના ઘર પાસે રાખેલ ૪૦ હજારની કિમતનું એકટીવા અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
Morbiના જેતપર ગામે ગૌશાળા સામે રહેતા યતિનભાઈ નાગજીભાઈ પરમારે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬-૦૫-૨૬ ના રાત્રીના સાડા અગિયારથી તા. ૧૭-૦૫-૨૬ ના સવારના નવ વાગ્યા દરમીયાન ફરિયાદીનું એકટીવા જીજે ૩૬ એએમ ૬૨૭૦ કીમત રૂ ૪૦ હજાર વાળું ઘર પાસે પાર્ક કરી રાખ્યું હતું જે અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે એકટીવા ચોરી મામલે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

