Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    27 જૂનનું પંચાંગ

    June 26, 2026

    27 જૂનનું રાશિફળ

    June 26, 2026

    CBSEએ ધોરણ-૭થી ૧૦ના વિદ્યાર્થીઓને આપી મોટી રાહત

    June 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 27 જૂનનું પંચાંગ
    • 27 જૂનનું રાશિફળ
    • CBSEએ ધોરણ-૭થી ૧૦ના વિદ્યાર્થીઓને આપી મોટી રાહત
    • Vaibhav Suryavanshi ને આયર્લેન્ડ સામે પ્લેઈંગ-૧૧માં ન મળ્યો મોકો
    • Online Fraud માં પૈસા ગુમાવ્યા તો મળશે રૂ. ૨૫૦૦૦ સુધીનું વળતર
    • PM Narendra Modi ના નેતૃત્વમાં મંત્રીમંડળ વિસ્તરણ અને સંગઠનાત્મક ફેરફારો પર મંથન ચાલી રહ્યું છે
    • ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે Tariq Rahman કરી મોટી ડિલ
    • મોબાઇલથી ચહેરો દેખાડો અને ઘર બેઠાં જમા થઈ જશે લાઇફ સર્ટિફિકેટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 26
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: જસદણમાં બાળકીના મોત મામલે કાર્યવાહી તેજ, હોસ્ટેલ સંચાલક અને માલિકની ધરપકડ
    રાજકોટ

    Rajkot: જસદણમાં બાળકીના મોત મામલે કાર્યવાહી તેજ, હોસ્ટેલ સંચાલક અને માલિકની ધરપકડ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 26, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૨૬

    Rajkot જિલ્લાના જસદણમાં આવેલી આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની હોસ્ટેલમાં બાળકીના મોતના મામલે પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. આયુષી બલદાણીયાના મોત કેસમાં હોસ્ટેલના સંચાલક અને માલિકની ધરપકડ કરવામાં આવી છે.

    પોલીસે આરોપી જયસુખ શંખાળવા અને હિરેન શંખાળવાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આયુષી બીમાર હોવા છતાં હોસ્ટેલના જવાબદારોએ તેની તબિયત અંગે જરૂરી ગંભીરતા દાખવી નહોતી તેમજ સમયસર સારવાર પણ કરાવી નહોતી. આરોપ છે કે સંચાલકોની બેદરકારીના કારણે બાળકીની તબિયત વધુ લથડી હતી અને અંતે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.

    પોલીસે બેદરકારી અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને પોલીસ અન્ય પાસાઓની પણ તપાસ કરી રહી છે.

    રાજકોટ જિલ્લાના જસદણમાં આવેલી આલ્ફા હોસ્ટેલમાં બનેલી એક દુઃખદ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. ૯ વર્ષની આયુષી બદલાણીયાના મોત બાદ પરિવારજનોએ હોસ્ટેલ સંચાલકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારના જણાવ્યા અનુસાર આયુષી છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતી, છતાં હોસ્ટેલ સંચાલકોએ સમયસર યોગ્ય સારવાર કરાવી નહોતી. આ ઘટનાને લઈને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

    પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે આયુષી છેલ્લા ૧૫ દિવસથી બીમાર હતી. આ દરમિયાન તેની તબિયત સતત ખરાબ થઈ રહી હોવા છતાં હોસ્ટેલ સંચાલકો દ્વારા તેને દવાખાને લઈ જવામાં આવી નહોતી. સૌથી ગંભીર બાબત એ છે કે બાળકીની તબિયત અંગે પરિવારને પણ સમયસર જાણ કરવામાં આવી નહોતી. જેના કારણે માતા-પિતા પોતાની દીકરીની સ્થિતિ વિશે અજાણ રહ્યા હતા.

    પરિવારના જણાવ્યા મુજબ જ્યારે આયુષીની તબિયત વધુ લથડી ગઈ ત્યારે જ તેમને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. ફોન મળ્યા બાદ પિતાએ તાત્કાલિક સારી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે સૂચના આપી હતી. જોકે પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે સારવાર દરમિયાન આયુષીનું મોત થઈ ગયું હતું. આ દુઃખદ ઘટનામાં સૌથી કરુણ બાબત એ રહી કે પિતા રાજકોટ પહોંચે તે પહેલાં જ તેમની દીકરીએ અંતિમ શ્વાસ લઈ લીધા હતા.

    દીકરીના મોત બાદ પરિવારજનોએ હોસ્ટેલ અને ટ્યુશન સંચાલકો સામે ગંભીર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. તેમના કહેવા મુજબ જો સમયસર સારવાર કરાવવામાં આવી હોત અને પરિવારને યોગ્ય સમયે જાણ કરવામાં આવી હોત તો કદાચ આયુષીનો જીવ બચી શક્યો હોત. પરિવારજનોનું કહેવું છે કે તેમની દીકરી છેલ્લા ૧૦ દિવસથી વધુ ગંભીર રીતે બીમાર હતી, છતાં સંચાલકો દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી નહોતી.

    ઘટનાને લઈને પરિવારજનોએ સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની તપાસ કરવાની માંગ કરી છે. તેઓ જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. પરિવારનું કહેવું છે કે જ્યાં સુધી જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ દીકરીનો મૃતદેહ સ્વીકારશે નહીં. આ માંગને લઈને સ્થાનિક સ્તરે પણ ચર્ચા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારજનોએ ચેતવણી આપી છે કે જો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot જંગલેશ્વર ડિમોલિશનમાં ચા-પાણી અને કાજુ-કતરીના નામે લાખોના આંધણ

    June 26, 2026
    રાજકોટ

    Rajkotના શાપરમાં યુવકનો કોહવાયેલો મૃતદેહ મળ્યોઃ યુવકની રહસ્યમય વેશભૂષા જોઈ પોલીસ પણ ચોંકી

    June 26, 2026
    રાજકોટ

    લખનૌ સ્ટેશન પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરી માટે બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત

    June 26, 2026
    રાજકોટ

    Bhakitnagar-Kotharia-Aji Dam ના 45 સોસાયટી વિસ્તારોમાં અશાંતધારો લંબાવાયો

    June 26, 2026
    રાજકોટ

    મહોરમ પર્વ : કલાત્મક તાજીયાના વિરાટ ઝુલુસમાં કોમી એકતાના દર્શન

    June 26, 2026
    રાજકોટ

    Saurashtra University ના પત્રકારત્વ ભવનમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

    June 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    27 જૂનનું પંચાંગ

    June 26, 2026

    27 જૂનનું રાશિફળ

    June 26, 2026

    CBSEએ ધોરણ-૭થી ૧૦ના વિદ્યાર્થીઓને આપી મોટી રાહત

    June 26, 2026

    Vaibhav Suryavanshi ને આયર્લેન્ડ સામે પ્લેઈંગ-૧૧માં ન મળ્યો મોકો

    June 26, 2026

    Online Fraud માં પૈસા ગુમાવ્યા તો મળશે રૂ. ૨૫૦૦૦ સુધીનું વળતર

    June 26, 2026

    PM Narendra Modi ના નેતૃત્વમાં મંત્રીમંડળ વિસ્તરણ અને સંગઠનાત્મક ફેરફારો પર મંથન ચાલી રહ્યું છે

    June 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    27 જૂનનું પંચાંગ

    June 26, 2026

    27 જૂનનું રાશિફળ

    June 26, 2026

    CBSEએ ધોરણ-૭થી ૧૦ના વિદ્યાર્થીઓને આપી મોટી રાહત

    June 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.