Mumbai,તા.29
તમિલ સિનેમા અને બોલિવૂડની ફિલ્મોમાં પોતાના મ્યુઝિકથી આગ લગાવનાર કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદરના લગ્ન કાવ્યા મારન સાથે કન્ફર્મ થઈ ચૂક્યા છે. અનિરુદ્ધના કાકા એક્ટર વાય. જી. મહેન્દ્રએ અનિરુદ્ધ અને IPL ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારનના લગ્ન નક્કી થઈ ગયા હોવાની કબૂલાત કરી છે.
અનિરુદ્ધ અને કાવ્યા મારનના સંબંધોની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. બંનેને લઈને અફવાઓ ઉડતી રહેતી હતી કે તેમનું રિલેશનશિપ ચાલી રહ્યું છે, અને તેઓ ટૂંક સમયમાં લગ્ન કરવાના છે. જો કે, અનિરુદ્ધે અવારનવાર આ વાતોને ફગાવી દીધી હતી. પરંતુ હવે તેમના સંબંધીએ પોતે સામે આવીને કમ્પોઝરના સંબંધનો ખુલાસો કરી દીધો છે.
વાય. જી. મહેન્દ્રએ પોતાના ભત્રીજાના લગ્નને લઈને ખાનગી ઇન્ટરવ્યૂમાં કહ્યું-
તેમણે એ અફવાઓ પર પણ વાત કરી, જેમાં અનિરુદ્ધ અને કાવ્યા મારનના સંબંધોને ફગાવી દેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું- જેટલી માહિતી મને મળી છે, તે મુજબ એ નક્કી છે કે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે.
અનિરુદ્ધના કાકાએ થનારી વહુ કાવ્યા મારન વિશે પણ કેટલીક વાતો કહી. તેમણે પ્રશંસા કરતાં કહ્યું-એમ તો અનિરુદ્ધ રવિચંદર સાઉથના સુપરસ્ટાર એક્ટર રવિ રાઘવેન્દ્રના પુત્ર છે. તેમની માતા લક્ષ્મી એક ક્લાસિકલ ડાન્સર છે. અનિરુદ્ધ રજનીકાંતના સંબંધી છે. તમિલ સુપરસ્ટારની પત્ની લતા, સંબંધમાં કમ્પોઝરના માસી થાય છે. આ નાતે રજનીકાંત સંબંધમાં અનિરુદ્ધના માસા થયા. અનિરુદ્ધે રજનીકાંતની ઘણી ફિલ્મોમાં પોતાનું મ્યુઝિક આપ્યું છે. તેમણે કમલ હાસન, જુનિયર એનટીઆર, થલપતિ વિજય, અલ્લુ અર્જુન, લોકેશ કનગરાજ અને અહીં સુધી કે શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’નું પણ મ્યુઝિક આપ્યું. અનિરુદ્ધ પોતાના ગીતોના કારણે સોશિયલ મીડિયા રીલ્સ પર છવાયેલા રહે છે.

