જે લોકો જીવનમાં સૌથી પહેલાં સમાગમની પળો ટીનેજમાં માણી લે છે તેમને જાતીય સંક્રામક ચેપ લાગવાની શકયતાઓ વધી જાય છે. આ ચેપમાં ગોનોરિયા, સિફિલિસ, કલેમાઇડીયા, એચઆઇવી અને અન્ય ઇન્ફેકશનન્સનો સમાવેશ છે. સેકસ્યુઅલી ટ્રાન્સ્મીટ થતા ચેપ વિશ્વમાં મેડીકલ અને સાઇકોલોજીકલ સમસ્યાઓનું મોટું કારણ છે. સાઉથ કોરિયાની યોન્સેઇ યુનિવર્સિટીના રીસર્ચરોનું કહેવું છે કે, નાની ઉંમરે પ્રથમ સમાગમનો અનુભવ થવાથી એ પછીના સમાગમની ફ્રીકવન્સી વધી જાય છે અને એમાં અસુરક્ષિત અને મલ્ટી-પાર્ટનર્સ સાથેના સંબંધોનું પ્રમાણ વધારે હોય છે.
વ્યક્તિ પહેલવહેલી વાર જાતીય સંબંધમાં પળોટાય છે ત્યારે તેને જાતીય સમસ્યાઓની પુરી ગંભીરતા સમજાઇ હોય એ જરૂરી નથી અને એટલે જ તેઓ આ બાબતે કેઝયુઅલ અભિગમ ધરાવે છે જે ભારે પડી શકે છે.