Jamnagar તા. 24
જામનગર શહેરના મોહનનગર આવાસ વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી એ ડીવીઝન પોલીસે છાપો મારી જાહેરમાં જુગાર રમી રહેલ જોસનાબેન રમેશભાઈ આહિર, હિથલબેન નવઘણભાઈ કોળી, શોભનાબેન ચૌહાણ, વૈશાલીબેન પરેશભાઈ ગોસાઈ, શિલ્પાબેન લાલજીભાઈ ધાપા, સોનલબેન જીવણભાઈ ઝીંઝુવાડીયા, રૂકસાનાબેન જાવિદભાઈ સમા, કમળાબેન ગોસાઈને રંગેહાથ ઝડપી લીધા હતાં. અને તેમની પાસેથી રોકડ રકમ રૂા. 11400 કબ્જે કરી જુગારધારા કલમ 12 મુજબ કાર્યવાહી કરી હતી.ચલણી નોટોના આંકડા પર જુગાર રમતા બે ઝડપાયાજામનગર શહેરના ખંભાળિયા ગેઈટ બહાર કાલીન્દી સ્કૂલની બાજુમાં જાહેરમાં વિપુલ નરભેરામ દુધરેજીયા અને અનિલસિંહ રાઠોડ નામના બંને શખ્સો ચલણી નોટોના સિરીયલ નંબર પર હારજીતો જુગાર રમતા ઝડપાયા હતાં. સિટીએ ડીવીજન પોલીસે તેમની પાસેથી રોકડ રકમ રૂા. 460 કબ્જે કરી ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.