Devbhoomi Dwarka, તા.૨૪
યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં દર વર્ષે હજારો યાત્રિકો જગત મંદિર દ્વારકાધીશના દર્શને આવતા હોય છે, ત્યારે દિવાળીના તહેવારને અનુલક્ષીને દ્વારકાના જગત મંદિરમાં દર્શનના સમયમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. દ્વારકાધીશ મંદિરમાં ૩૦મી ઑક્ટોબરથી ત્રીજી નવેમ્બર સુધી દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાનના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.
દ્વારકા મંદિર દર્શન સમયમાં ફેરફાર
બુધવારે (૩૦મી ઑક્ટોબર) ધનતેરસના દિવસે સવારે ૬ઃ૩૦ વાગ્યે મંગળા આરતી થશે. જ્યારે બપોરે ૦૧ઃ૦૦થી ૦૫ઃ૦૦ સુધી મંદિર બંધ રહેશે. ઉત્થાપન દર્શન સાંજે ૦૫ઃ૦૦થી રાત્રે ૦૯ઃ૪૫ વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે.
ગુરૂવારે (૩૧મી ઑક્ટેબર) રૂપ ચૌદસ અને દિવાળીના દિવસે સવારે ૫ઃ૩૦ કલાકે મંગલા આરતી અને ૧ઃ૦૦ અનુસાર બંધ થશે. ઉત્થાપન દર્શન સાંજે ૦૫ઃ૦૦ ખુલશે. હાટડી દર્શન સાંજે ૦૮ઃ૦૦ વાગ્યે અને રાત્રે ૦૯ઃ૪૫ વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે.
શુક્રવાર (પહેલી નવેમ્બર) અન્નકુટ ઉત્સવના દિવસે સવારે ૬ઃ૩૦ વાગ્યે મંગળા આરતી થશે. જ્યારે બપોરે ૦૧ઃ૦૦થી ૦૫ઃ૦૦ સુધી મંદિર બંધ રહેશે. અન્નકુટ દર્શન ૫ઃ૦૦થી ૦૭ઃ૦૦ વાગ્યા સુધી અને રાત્રે ૦૯ઃ૪૫ વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે.
શનિવાર (બીજી નવેમ્બર) નૂતન વર્ષના દિવસે સવારે ૬ઃ૩૦ વાગ્યે મંગળા આરતી થશે. જ્યારે બપોરે ૦૧ઃ૦૦થી ૦૫ઃ૦૦ સુધી મંદિર બંધ રહેશે. ઉત્થાપન દર્શન સાંજે ૦૫ઃ૦૦થી રાત્રે ૦૯ઃ૪૫ વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે.
રવિવાર (ત્રીજી નવેમ્બર) ભાઈ બીજ ઉત્સવના દિવસે સવારે ૬:૩૦ વાગ્યે મંગળા આરતી થશે. જ્યારે બપોરે ૦૧:૦૦થી ૦૫;૦૦ સુધી મંદિર બંધ રહેશે. ઉત્થાપન દર્શન સાંજે ૦૫:૦૦થી રાત્રે ૦૯:૪૫ વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે.

