Girgarhda,તા,૨૫
કોડીનાર તાલુકાના ડોળાસા ગામ ના એક નાની વયના ના કિશોર નું મગજ નો હુમલો આવતા અવસાન થતાં ગામ માં શોક નું મોજું ફરી વળ્યુ છે.
આ ઘટનાની ટુંકી વિગત એવી છે કે ડોળાસા ગામ ના ભાવસિંહભાઈ ધીરુભાઈ સોલંકી , છૂટક મજૂરી કરે છે.અને તેમના પત્ની શાંતિબેન , બકલું વહેચી પતિ ને મદદ રૂપ થાય છે.તેઓ ને સંતાન માં બે દીકરીઓ અંજલિ ( ઉંમર ૧૮ વર્ષ ) અને ભૂમિકા ( ૧૬ વર્ષ ) અને એક દીકરો વિવેક ( ઉંમર વર્ષ ૧૫ ) નો સમાવેશ થાય છે.વિવેક ધોરણ નવ માં કોડીનાર ની એક માધ્યમિક શાળા માં ભણતો હતો.તા.૨૪/૧૦ ના બપોરે આશરે દોઢ વાગ્યે તે બહાર જવા માટે બુટ પહેરતો હતો ત્યારે ઢળી પડ્યો હતો.તેને તુરત દવાખાને પ્રથમ ડોળાસા બાદ ઉના લઈ જવાયો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ડોળાસા ગામના કોળી સમાજ ના ગરીબ પરિવારે એક નો એક પુત્ર ગુમાવતા કરૂણ આક્રંદ થી વાતાવરણ ભારે શોખ મય બન્યું હતું.માતા પિતા બેહોશ થઈ ઢળી પડતાં તેઓ ને ઉના ખાતે સારવાર માટે ખસેડાયા હતા.વિવેક અભ્યાસ માં હોશિયાર હતો.માતા પિતા ને પણ વિવેક ભણી ને પોતાની કારકિર્દી બનાવે તેવી તમન્ના હતી.પણ કુદરત ને કંઇક જુદુ જ મંજૂર હતું.કોળી સમાજ અને ડોળાસા ગામમાં શોક છવાયો છે.ડોળાસા ગામ ના વેપારીઓ એ ધંધા રોજગાર બંધ રાખી આ પરિવાર ની પડખે ઊભા રહ્યા હતા.

